IPL 2025 : હારના દુ:ખ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર ! BCCIએ હાર્દિક પંડ્યાને આપી મોટી સજા

IPL 2025 : 29 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે મુંબઈને 36 રનથી હરાવ્યું હતું. હારના દુ:ખ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 
 

IPL 2025 : હારના દુ:ખ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર ! BCCIએ હાર્દિક પંડ્યાને આપી મોટી સજા

IPL 2025, Hardik Pandya Fined : શનિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રને હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025 સિઝનમાં તેમની શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની હારના દુ:ખ વચ્ચે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને તેની એક ભૂલને કારણે નુકસાન વેઠવું પડ્યું છે.

હારના દુ:ખ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર 

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સજા એકલા હાર્દિક પંડ્યાને જ ભોગવવી પડશે. IPLએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

નિવેદન અનુસાર, આઈપીએલ 2025ની સિઝનમાં ધીમી ઓવર રેટથી સંબંધિત અપરાધો મામલે આઈપીએલ આચાર સંહિતાના નિયમ 2.2 હેઠળ તેની ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી હાર્દિક પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા અમદાવાદની પીચ પર 196 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સને સંઘર્ષ કરવો પડ્યો હતો અને આખરે તેમની ટીમ 6 વિકેટે 160 રન જ બનાવી શકી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી હાર

ગુજરાત ટાઇટન્સે વર્તમાન IPL સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી હાર હતી અને ટીમ હજી પોઈન્ટ્સનું ખાતું ખોલી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ સામેની હાર બાદ સ્વીકાર્યું કે તેની ટીમે ઘણી ભૂલો કરી છે. મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, કેટલીક ભૂલો થઈ, અમે મેદાનમાં પૂરતા પ્રોફેશનલ નહોતા, જેના કારણે અમે કદાચ 20-25 રનથી હારી ગયા. તેમણે પાવરપ્લેમાં સારું પ્રદર્શન કર્યું, તેઓ ઘણા જોખમી શોટ રમ્યા નહોતા, તેઓએ ઘણા રન બનાવ્યા અને અમને બેકફૂટ પર લાવી દીધા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news