લોર્ડ્સની હારથી તૂટ્યા કરોડો દિલ... મેદાન પર જ રડવા લાગ્યો મોહમ્મદ સિરાજ, પછી જો રૂટે કર્યું આ કામ
India vs England Mohammed Siraj: ભારત લોર્ડ્સ ટેસ્ટ મેચ હારી ગયું છે. સોમવારે (14 જુલાઈ) મેચના પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ બીજી ઈનિંગમાં આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ભારતને બીજી ઈનિંગમાં જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચના છેલ્લા સત્રમાં ટીમ ઈન્ડિયા 170 રનમાં સમેટાઈ ગઈ હતી.
Trending Photos
India vs England Mohammed Siraj: ભારત લોર્ડ્સ ટેસ્ટ મેચ હારી ગયું છે. સોમવારે (14 જુલાઈ) મેચના પાંચમા દિવસે બીજી ઇનિંગમાં મોહમ્મદ સિરાજ આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયા હારી ગઈ. બીજી ઇનિંગમાં ભારતને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચના છેલ્લા સત્રમાં ટીમ ઇન્ડિયા 170 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 23 રનની જરૂર હતી, પરંતુ શોએબ બશીરે સિરાજની વિકેટ લઈને ઇંગ્લેન્ડને જીત અપાવી.
રડવા લાગ્યો મોહમ્મદ સિરાજ
બશીરના બોલનો સિરાજે ડિફેન્સ કર્યો. બોલ નીચે ગયો અને ધીમે-ધીમે વિકેટ તરફ ગયો. બોલ વિકેટ પર લાગતાની સાથે જ બેઇલ નીચે પડી ગઈ અને સિરાજની ઇનિંગનો અંત આવ્યો. આ રીતે કરોડો ભારતીય ફેન્સના દિલ પણ તૂટી ગયા. સિરાજ ત્યાં બેસીને રડવા લાગ્યો. તે એક ભાવુક કરનારી ક્ષણ હતી. ભારતે આ મેચ જીતવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ એક બોલે બધાને નિરાશ કર્યા.
Test Cricket.
Wow.
😍 pic.twitter.com/XGDWM1xR2H
— England Cricket (@englandcricket) July 14, 2025
રૂટ અને સ્ટોક્સે જીતી લીધા દિલ
સિરાજને રડતો જોઈને ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ તેની પાસે ગયો. તેમણે સિરાજને ગળે લગાવ્યો અને તેને શાંત પાડ્યો. આ પછી ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે રવિન્દ્ર જાડેજાને ગળે લગાવ્યો. જાડેજા 61 રન બનાવીને અણનમ રહ્યો. જાડેજાએ ભારતની આશા જીવંત રાખી હતી. જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે મળીને ઈંગ્લેન્ડને જીત માટે ઘણું તડપાવ્યું હતું.
મેચમાં શું થયું?
મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ અગાઉ, બન્ને ટીમોએ પ્રથમ ઈનિંગમાં 387-387 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતની બીજી ઈનિંગમાં જાડેજાએ અણનમ 61 અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બીજી ઈનિંગમાં 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ હવે સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે