PSL કરાવવાની ભીખ માંગવા UAE પહોંચેલા પાકિસ્તાની થઈ ગજબ બેઇજ્જતી, રદ કરવી પડી ટૂર્નામેન્ટ

PSL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PAK મોટો ઝટકો લાગ્યો છે અને તેણે પાકિસ્તાન સુપર લીગ 2025 (PSL 2025) ટુર્નામેન્ટ અધવચ્ચે જ રદ કરવી પડી છે. ભારત સાથે બિનજરૂરી લડાઈમાં ઉતર્યા બાદ ગભરાયેલા પાકિસ્તાને દુબઈમાં પાકિસ્તાન સુપર લીગનું આયોજન કરવા માટે UAE ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો, પરંતુ તેની ગજબ બેઇજ્જતી કરવામાં આવી.

PSL કરાવવાની ભીખ માંગવા UAE પહોંચેલા પાકિસ્તાની થઈ ગજબ બેઇજ્જતી, રદ કરવી પડી ટૂર્નામેન્ટ

PSL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PAK મોટો ઝટકો લાગ્યો છે અને તેણે પાકિસ્તાન સુપર લીગ 2025 (PSL 2025) ટુર્નામેન્ટ અધવચ્ચે જ રદ કરવી પડી છે. ભારત સાથે બિનજરૂરી લડાઈમાં ઉતર્યા બાદ ગભરાયેલા પાકિસ્તાને દુબઈમાં પાકિસ્તાન સુપર લીગનું આયોજન કરવા માટે UAE ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો, પરંતુ તેની ગજબ બેઇજ્જતી કરવામાં આવી. આખરે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ PSL-10 ને અનિશ્ચિત સમય માટે સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

PSL કરવી પડી રદ
પાકિસ્તાને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) HBL PSL Xના બાકીના આઠ મેચ સ્થગિત રાખવાની જાહેરાત કરે છે. PCBએ તેની સત્તાવાર વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝમાં આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત દ્વારા વધતા હવાઈ હુમલાઓ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફથી મળેલી સલાહ બાદ આ નિર્ણય લીધો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
PCBએ એક નિવેદનમાં જણાવ્યું કે, "છેલ્લા 24 કલાકમાં નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ વધુ બગડી છે, 78 ડ્રોનની ઘૂસણખોરી વધી છે અને ભારત દ્વારા સપાટી પર પ્રહાર કરતી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે." નોંધનીય છે કે, આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવ વચ્ચે BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 અનિશ્ચિત સમય માટે સ્થગિક રાખવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે યોજાયેલી એક ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પાકિસ્તાન તરફથી હવાઈ અને ડ્રોન હુમલાને કારણે 10.1 ઓવર પછી રોકવી પડી હતી.

IPL 2025 પણ થયો રદ
હુમલાઓને કારણે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં બ્લેકઆઉટ કરવું પડ્યું. આ ત્રણેય વિસ્તારો ધર્મશાળાની નજીક છે. આ પછી ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા વધી ગઈ હતી. સસ્પેન્શનને કારણે IPL 2025ની 16 મેચ બાકી છે, જેમાં 12 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. દેશની સાથે ઉભા રહેવા માટે BCCIએ IPL 2025ને તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લીધો છે. હાલ સ્પષ્ટ નથી કે IPL ફરી ક્યારે શરૂ કરવામાં આવશે. ધર્મશાળા મેચ રદ થયા બાદ, લીગમાં સામેલ ઘણા વિદેશી ખેલાડીઓએ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યાર બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 મોટા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને સટીક હુમલા કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ભારતના કેટલાક લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જબડાતોડ અને અસરકારક જવાબ આપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news