Mi vs Lsg : બીજી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે રોહિત શર્મા માંડ માંડ બચ્યો, જુઓ Video

IPL 2025 : રાયન રિકલ્ટન IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સને સતત વિસ્ફોટક શરૂઆત આપી રહ્યો છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પણ આવું જ કર્યું હતું. આ દરમિયાન રોહિત શર્મા તેના એક શોટથી માંડ માંડ બચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Mi vs Lsg : બીજી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે રોહિત શર્મા માંડ માંડ બચ્યો, જુઓ Video

IPL 2025 : IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન રાયન રિકલ્ટન પર ખૂબ આધાર રાખી રહ્યું છે. લખનૌ સામે પણ તેણે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રાયન રિકલ્ટને મુંબઈને ઝડપી શરૂઆત આપી. તેણે પ્રથમ બે ઓવરના બધા બોલનો સામનો કર્યો હતો. રોહિત શર્મા બીજા છેડે શાંતિથી ઉભો હતો. 

રોહિત શર્મા માંડ માંડ બચ્યો

રાયન રિકલ્ટને પહેલી ઓવરમાં મયંક યાદવ સામે ફક્ત એક જ ફોર ફટકારી. પરંતુ બીજી ઓવરમાં તેણે પ્રિન્સ યાદવ પર એટેક કર્યો. બીજા બોલ પર છગ્ગો ફટકાર્યા પછી તેણે ચોથા અને પાંચમા બોલ પર ફોર ફટકારી. ચોથા બોલ પર રિકેલ્ટને સામે જોરદાર શોટ રમ્યો. બોલ સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા રોહિત શર્મા તરફ જઈ રહ્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી રોહિત બોલની લાઇનથી માંડ માંડ દૂર થયો હતો. આ દરમિયાન તે પડી ગયો હતો.

રિકલ્ટને ફિફ્ટી ફટકારી

આ મેચમાં રોહિત શર્માનું બેટ શાંત રહ્યું. મયંક યાદવ સામે સતત બે બોલ પર બે સિક્સર ફટકાર્યા બાદ તે ત્રીજી ઓવરમાં આઉટ થયો. રોહિતના આઉટ થયા પછી લખનૌ સુપર જાયન્ટ્સે સ્પિન બોલરો સાથે એટેક કર્યો. વિલ જેક્સ છૂટથી રમી શક્યો નહીં પરંતુ રિકલ્ટને તેની ઇચ્છા મુજબ શોટ ફટકાર્યા. તેણે ફક્ત 25 બોલમાં તેની IPL કારકિર્દીની બીજી ફિફ્ટી પૂરી કરી. 

 

— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) April 27, 2025

રવિ બિશ્નોઈએ વિકેટ લીધી

રાયન રિકલ્ટન 58 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ તેને 9મી ઓવરમાં આઉટ કર્યો હતો. 32 બોલની પોતાની ઇનિંગમાં આ વિકેટકીપર બેટ્સમેને 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બીજી વિકેટ માટે વિલ જેક્સ સાથે 55 રનની ભાગીદારી કરી હતી. IPLમાં રિકલ્ટનની આ બીજી ફિફ્ટી છે. આ અગાઉ તેણે વાનખેડે સ્ટેડિયમમાં જ KKR સામે 62 રન બનાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news