મેચ ફિક્સિંગમાં પાકિસ્તાનની ખુલવાની છે પોલ, પૂર્વ કેપ્ટનનો સનસનીખેજ દાવો, કહ્યું- હું દરેક વાત...
Pakistan cricket : પાકિસ્તાન ક્રિકેટમાં મેચ ફિક્સિંગને લઈને પૂર્વ કેપ્ટન દ્વારા સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટને જ્યારે મેચ ફિક્સિંગ તેની ચરમસીમા પર હતું ત્યારે પાકિસ્તાન ક્રિકેટમાં શું ચાલી રહ્યું હતું, તે તમામ માહિતી તેમના બુકમાં જાહેર કરશે તેવો દાવો કર્યો છે.
Trending Photos
Pakistan cricket : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે એક સનસનીખેજ દાવો કર્યો છે. રાશિદ મેચ ફિક્સિંગની પોલ ખોલવા જઈ રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે જ્યારે મેચ ફિક્સિંગ તેની ચરમસીમા પર હતું ત્યારે તે યુગ વિશે બધું જ જાહેર કરશે. લતીફ 1992 થી 2003 દરમિયાન પોતાની કારકિર્દીમાં પાકિસ્તાન તરફથી રમ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલી દરેક બાબતોને તેના આગામી પુસ્તકમાં સંપૂર્ણ રીતે જાહેર કરશે. લતીફે એમ પણ કહ્યું કે આવા ખેલાડીઓને પાકિસ્તાન ક્રિકેટમાંથી દૂર કરવા જોઈએ.
લતીફે શું કહ્યું ?
લતીફને કહ્યું છે કે, મેં પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. 90ના દાયકામાં મેચ ફિક્સિંગ ચરમસીમાએ હતું. હું બધું જ જાહેર કરીશ - ફિક્સિંગ કેવી રીતે થયું અને કોણ સામેલ હતું. 90ના દશકના ક્રિકેટમાં શું થયું તે હું જાહેર કરીશ અને એ પણ જણાવીશ કે કયા પૂર્વ કેપ્ટને રાષ્ટ્રપતિ પાસે માફીની વિનંતી કરી હતી.
પાકિસ્તાન ક્રિકેટને બરબાદ કરાયું ?
લતીફે કેટલાક લોકોનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે, પાકિસ્તાનને બીજો વર્લ્ડ કપ જીતવામાં 17 વર્ષ લાગ્યા કારણ કે 90ના દાયકાના ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટને બક્ષ્યું ન હતું. 90ના દાયકાના ખેલાડીઓને મેનેજમેન્ટ અને ટીમથી દૂર રાખો, તો જ તેઓ જીતવાની કોશિશ કરશે. હું પણ 90 ના દાયકાનો છું. લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી રહ્યો છું. તેથી મને લાગે છે કે તેણે હવે આરામ કરવો જોઈએ.
પાકિસ્તાનની ઉડાવવામાં આવી રહી છે મજાક
હાલમાં સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી રહી છે. વર્ષો પછી પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટની યજમાની મળી. જેના માટે પાકિસ્તાને જોરશોરથી તૈયારી કરી હતી, પરંતુ ટીમ પોતે જ નિરર્થક સાબિત થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં યજમાન ટીમ એક અઠવાડિયું પણ ટકી શકી નહોતી. પાકિસ્તાનના કટ્ટર હરીફ ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું, જે બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે