IND vs ENG : ઈંજરી બાદ સારા સમાચાર...આ સ્ટાર ખેલાડી થયો ફિટ ! અંગ્રેજોનું વધ્યું ટેન્શન

India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈએ રમાશે. અગાઉ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ઇજાએ ચિંતા વધારી દીધી હતી. પરંતુ હવે મેચના બે દિવસ પહેલા રાહતના સમાચાર જોવા મળ્યા છે. ભારતનો સ્ટાર ખેલાડી ફિટ હોવાના સમાચાર આવ્યા છે. 

IND vs ENG : ઈંજરી બાદ સારા સમાચાર...આ સ્ટાર ખેલાડી થયો ફિટ ! અંગ્રેજોનું વધ્યું ટેન્શન

India vs England : 23 જુલાઈથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે. આ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ટીમની મુશેક્લી વધી હતી. જો કે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સ્ટાર પ્લેયર ફિટ હોવાની માહિતી મળી છે. આ સમાચાર સાંભળીને વિરોધી ટીમમાં ચોક્કસપણે ટેન્શન વધી ગયું હશે. છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો આ બેટ્સમેન ઇંગ્લેન્ડ માટે દુઃસ્વપ્ન સાબિત થયો છે.

આંગળીમાં ઇજા થઈ હતી

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંત છે. લોર્ડ્સ ટેસ્ટમાં રિષભ પંતને આંગળીમાં ઇજા થઈ હતી. જેના કારણે તે વિકેટકીપિંગ કરી શક્યો નહોતો. જોકે, પંત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. 20 જુલાઈના રોજ પંત પ્રેક્ટિસ દરમિયાન ફિલ્ડિંગ અને બેટિંગ કરતો જોવા મળ્યો હતો, જેના કારણે એવા અહેવાલો આવ્યા હતા કે તે ચોથી ટેસ્ટમાં બેટ્સમેન તરીકે રમવાનો છે. પરંતુ હવે એક સારા સમાચાર સામે આવ્યા છે.

પંતે વિકેટકીપિંગની પણ પ્રેક્ટિસ કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંત પણ વિકેટકીપિંગનો પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે પંત ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે કે નહીં.

ઈંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ

ટીમ ઈન્ડિયાને છેલ્લી ટેસ્ટમાં 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે. તેથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમે સતત બે મેચ જીતવી પડશે. ચોથી ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમાનારી છે જ્યાં ટીમ ઈન્ડિયા ક્યારેય ઈંગ્લેન્ડ સામે જીતી શકી નથી. ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ હજુ પણ ઈજાગ્રસ્ત છે. આ યાદીમાં આકાશ દીપ, અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે. રેડ્ડી આગામી બે મેચમાંથી બહાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news