યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે RJ મહવશે શેર કર્યો વીડિયો, કહ્યું- 'મેરા વાલા કાફી હૈ...'

RJ Mahvash Video : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશના અફેરની અફવાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી. હાલમાં જ RJ મહવશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં RJ મહવશ કહી રહી છે કે, 'મેરા વાલા કાફી હૈ...'
 

યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે RJ મહવશે શેર કર્યો વીડિયો, કહ્યું- 'મેરા વાલા કાફી હૈ...'

RJ Mahvash Video : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનું નામ આ દિવસોમાં રેડિયો જોકી મહવશ સાથે ખૂબ જ જોડાઈ રહ્યું છે. ઘણા અહેવાલોમાં દાવો કરાયો છે કે યુઝવેન્દ્ર ચહલ RJ મહવશ સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ RJ મહવશે એક વીડિયો અપલોડ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે મહવશે આ વીડિયો યુઝવેન્દ્ર ચહલ માટે શેર કર્યો છે.

દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન બંને એકસાથે જોવા મળ્યા ત્યારે બંનેના રિલેશનશિપમાં હોવાની અફવાઓ ઉભી થઈ હતી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તાજેતરમાં, RJ મહવેશ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, તે કહી રહી છે - "જો કોઈ લડકા આયેગા તો વો હોગા બસ એક...વહી દોસ્ત હોગા, વહી બેસ્ટ ફ્રેન્ડ હોગા, વહી બોયફ્રેન્ડ હોગા, વહી પતિ હોગા, મેરા વાલા કાફી હૈ..." તેણે રીલને કેપ્શન આપ્યું છે, 'બસ એક હી હોગા"

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahvash (@rj.mahvash)

વીડિયો જોયા બાદ કમેન્ટ્સનો વરસાદ 

આ વીડિયો જોયા બાદ યુઝર્સ કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એકે લખ્યું છે કે, "યુજી ભાઈની લાઈક સૌપ્રથમ આવે છે". બીજાએ લખ્યું - "યુજી ચહલ લાઈટ કરતા પણ તેજ છે." ત્રીજાએ લખ્યું - "આપકા સૈયા કેસા હો, યુજી ભૈયા જેસા હો" ચોથાએ લખ્યું - "ઈતિહાસ સાક્ષી છે કે યુજી ભૈયાની તમારી દરેક પોસ્ટ પર પહેલી લાઈક મળે છે." પાંચમાએ લખ્યું, "યુજીભાઈ એક ખૂણે હસી રહ્યા છે."

તાજેતરમાં જ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ છૂટાછેડા લીધા છે. યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા ચુકવવાના છે. આ બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધો સારી રીતે ચાલ્યા નહીં અને તેઓ અલગ થઈ ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news