વૈભવ સૂર્યવંશીના કારણે રાજસ્થાન રોયલ્સ છોડી રહ્યો છે સંજૂ સેમસન? પૂર્વ ક્રિકેટરના આ નિવેદનથી મચી ખલબલી
Sanju Samson Rajasthan Royals: રાજસ્થાન રોયલ્સ અને સંજુ સેમસન અલગ થઈ શકે છે. આ સમાચારે ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. સેમસને સત્તાવાર રીતે ફ્રેન્ચાઇઝીને વિનંતી કરી છે કે કાં તો તેને ટ્રેડ કરવામાં આવે અથવા તેને હરાજીમાં જવા દેવામાં આવે.
Trending Photos
Sanju Samson Rajasthan Royals: રાજસ્થાન રોયલ્સ અને સંજુ સેમસન અલગ થઈ શકે છે. આ સમાચારથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. સેમસને ફ્રેન્ચાઇઝીને સત્તાવાર રીતે વિનંતી કરી છે કે કાં તો તેને ટ્રેડ કરવામાં આવે અથવા તેને હરાજીમાં જવા દેવામાં આવે. સંજુ સેમસન ફ્રેન્ચાઇઝના મેનેજમેન્ટથી ખુશ નથી અને તેથી ટીમ છોડવા માંગે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સમગ્ર ઘટનાને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સાથે જોડી દીધી છે. આકાશ ચોપડાનું માનવું છે કે, વૈભવના શાનદાર પ્રદર્શનથી સેમસનને IPL 2026ની હરાજી પહેલા ફ્રેન્ચાઇઝ છોડવાની પ્રેરણા મળી હશે.
સંજુ સેમસન રાજસ્થાન કેમ છોડવા માંગે છે?
એવા અહેવાલો છે કે, સેમસને રાજસ્થાનને તેને રિલીઝ કરવા કહ્યું છે, જેના કારણે તેના આગામી પગલા અંગે અટકળોને વેગ મળ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા આકાશ ચોપરાએ પ્રશ્ન કર્યો કે, સેમસન રાજસ્થાન કેમ છોડવા માંગશે, ખાસ કરીને ગયા સિઝનમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં લેતા. ચોપરાએ કહ્યું કે, "સંજુ સેમસન કેમ છોડવા માંગે છે? તે રસપ્રદ છે કારણ કે જ્યારે છેલ્લું મેગા ઓક્શન થયું હતું, ત્યારે તેઓએ જોસ બટલરને રિટેન કર્યો નહીં. મને લાગ્યું કે તેઓએ જોસ બટલરને જવા દીધો કારણ કે યશસ્વી આવી ગયો હતો અને સંજુ પોતે ઓપનિંગ કરવા માંગતો હતો. સંજુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો.''
વૈભવ સૂર્યવંશીનો ઉદય
ચોપરાનું માનવું છે કે, યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીના ઉદયથી ટીમની ગતિશીલતાને બદલાવી દીધી છે. ચોપડાએ કહ્યું કે, "મને લાગ્યું કે જે ખેલાડીઓને તેમણે રિટેન અથવા રિલીઝ કર્યા હતા, તેમાં સંજુનો ખૂબ જ મોટો ઈનપુટ રહ્યો હશે. જો કે, હવે એવું લાગે છે કે, એવું બન્યું નહીં હોય. વૈભવ સૂર્યવંશી ટીમમાં આવી ગયો છે, તેથી બે ઓપનર પહેલેથી જ તૈયાર છે. તમે ધ્રુવ જુરેલને પણ ઉપરના ક્રમમાં બેટિંગ કરવવા માંગો છો. તેથી સંજુ છોડવા માંગે છે. જો તે આવું વિચારી રહ્યો છે, તો તે સંભવ છે. આ ફક્ત અટકળો છે. મને ખબર નથી કે તેના અને રાજસ્થાનના મનમાં શું ચાલી રહ્યું છે."
કોલકાતા માટે સેમસન કેમ બેસ્ટ છે?
આકાશ ચોપરાએ વધુમાં સૂચન કર્યું કે, કોલકાતાની વર્તમાન ટીમ રચના તેમને સેમસનને સામેલ કરવા માટે સૌથી બેસ્ટ બનાવે છે. ચોપરાએ કહ્યું કે, "પહેલું નામ જે મારા મગજમાં આવે છે, તે ચેન્નઈ સુપર કિંગ્સનું નથી. કોલકાતા સૌથી વધુ રસ ધરાવતી ટીમ હોવી જોઈએ. કોલકાતા પાસે એક ભારતીય વિકેટકીપર-બેટ્સમેન નથી. બીજું, જો તેમને એક કેપ્ટન મળી જાય તો શું ખરાબ છે? હું એ વાતનો ઇનકાર નથી કરી રહ્યો કે અજિંક્ય રહાણેએ સારી કેપ્ટનશીપ કરી છે અને રન પણ બનાવ્યા છે."
વેંકટેશને બહાર કરવાનું સૂચન
ચોપરાએ સમજાવ્યું કે, રહાણેની બેટિંગ પોઝિશન પડકારો ઉભા કરે છે. કોલકાતાએ તેમના હાઈ વેલ્યૂ ખેલાડી વેંકટેશ ઐયરને રિલીઝ કરવા પર વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે, "જો કે, એક બેટ્સમેન તરીકે અજિંક્ય રહાણે કાં તો તે ઓપનિંગ કરે છે અથવા બેટિંગ ઓર્ડરમાં થોડી સમસ્યા છે. તેમની પાસે એક ખેલાડી પણ છે જે તેઓ રિલીઝ કરી શકે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ વેંકટેશ ઐયરને રિલીઝ કરી શકે છે. તેઓ લગભગ 24 કરોડ રૂપિયા મુક્ત કરી શકે છે અને પછી તેઓ ખરેખર ફરક લાવી શકે છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે