MI vs GT : શુભમન ગિલને આ ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ટ્રોલ
MI vs GT : IPL 2025ની એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી હતી. જેના પછી શુભમન ગિલને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
MI vs GT : શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચ રમાઈ. જેમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ક્વોલિફાયર-2માં પહોંચી ગયું છે. ત્યારે આ મેચના ટોસ સમયે શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા વચ્ચે એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. ટોસ MIના પક્ષમાં હતો. આ પછી ગિલ હાર્દિકને આગળ આવવા માટે પાછળ હટી ગયો. ટોસ જીતનાર કેપ્ટનને પહેલા પોતાની પ્રતિક્રિયા આપવાની હોય છે અને જણાવવાનું હોય કે તે બેટિંગ કરશે કે બોલિંગ કરશે. જ્યારે ગિલ હટી રહ્યો હતો, ત્યારે હાર્દિકે તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ ગિલે તેના પર ધ્યાન આપ્યું નહીં.
લોકોએ ગિલને કર્યો ટ્રોલ
હવે આ સમગ્ર મુદ્દાને લઈને એક નવો હોબાળો મચી ગયો છે. કેટલાક ફેન્સને લાગ્યું કે ગિલે જાણી જોઈને હાથ મિલાવ્યો નથી અને તેને ઈગો ક્લેશ કહી રહ્યા છે. એક ફેન્સે લખ્યું, 'શુભમન ગિલની હાર્દિક પંડ્યા સાથે ઈગોની લડાઈ છે. હાર્દિકે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પણ શુભમન મિલાવ્યો નહીં, કારણ કે તેનો ઈગો નબળો છે, તે પણ તેની T20 કારકિર્દી બનાવનારની સામે.' આ સમગ્ર મામલા પછી શુભમન ગિલને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફેન્સની કેટલીક પ્રતિક્રિયાઓ પર એક નજર કરીએ.
The ego clash between Hardik and Gill in eliminator👀 pic.twitter.com/IlEdgDg3lY
— Bosminñæ (@bas_you_hi) May 30, 2025
The ego clash between Hardik and Gill in eliminator👀 pic.twitter.com/IlEdgDg3lY
— Bosminñæ (@bas_you_hi) May 30, 2025
મેચ કેવી રહી ?
રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી. MI માટે ડેબ્યૂ કરતી વખતે જોની બેયરસ્ટોએ પણ સારું પ્રદર્શન કર્યું. MIએ 228 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત આપી.
જેના કારણે ટીમે આટલો મોટો સ્કોર બનાવ્યો. આ પછી ગુજરાત ટાઇટન્સ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા આ લક્ષ્યનો પીછો કરી શકી નહીં અને તેઓ 20 ઓવરમાં ફક્ત 208 રન જ બનાવી શક્યા. આ સાથે IPLમાં ગુજરાતની સફરનો અંત આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે