Chinnaswamy stadium stampede : RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ, 11 લોકોના મોત

RCB Victory celebration stampede in bangalore : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજય પરેડ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. 

Chinnaswamy stadium stampede : RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ, 11 લોકોના મોત

RCB Victory celebration stampede in bangalore : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજય પરેડ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 

 

A special felicitation ceremony for all RCB players has been organised by the Karnataka State Cricket… pic.twitter.com/Kj8L3FB9Ii

— ANI (@ANI) June 4, 2025

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલું ટાઇટલ જીતીને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. આ ખાસ પ્રસંગે, બેંગ્લોરમાં એક વિજય પરેડ યોજાવાની હતી, જેમાં આખી ટીમ તેના ચાહકો સાથે ટ્રોફીની ઉજવણી કરવાની હતી. પરંતુ, આ વિજય પરેડ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડની ઘટના સામે આવી છે, જેમાં 11 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. 

 

A large number of #RoyalChallengersBengaluru fans have turned up to catch a glimpse of their champion team.

A special felicitation ceremony for all RCB players has been… pic.twitter.com/JoxHCd3RfM

— ANI (@ANI) June 4, 2025

બેંગ્લોરમાં ટ્રાફિક જામ એક મોટી સમસ્યા છે, જેનાથી કોઈ અજાણ નથી. આવી સ્થિતિમાં વિજય પરેડને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ભાગદોડની ઘટના બની હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો લોકો 18 વર્ષ પછી RCBને IPL ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે સ્ટેડિયમમાં ભેગા થયા હતા. ઉજવણી દરમિયાન ભીડ અચાનક સ્ટેડિયમની અંદર અને બહાર બેકાબૂ બની ગઈ, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ અને ભાગદોડ મચી હતી.

RCB ટીમને જોવા માટે હજારો લોકો વિધાનસભા અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભાગદોડના ડરથી બેંગ્લોર પોલીસે ખુલ્લી બસમાં ટીમની પરેડ રદ કરી. ત્યારબાદ, ફક્ત વિધાનસભા અને સ્ટેડિયમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડની ઘટના સામે આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news