વિરાટ કોહલીએ IPL માં બનાવ્યો મહારેકોર્ડ, આસપાસ પણ નથી બીજો કોઈ બેટર
IPL 2025, RCB vs DC: વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. હવે આઈપીએલમાં વિરાટે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે મેચ દરમિયાન વિરાટે આ સિદ્ધિ મેળવી હતી.
Trending Photos
IPL 2025, RCB vs DC: ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે. આ બેટરે આઈપીએલમાં એવો મહારેકોર્ડ બનાવ્યો છે, જેની નજીક દુનિયાનો કોઈ બેટર પહોંચી શક્યો નથી. મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સે ગુરૂવારે રમાયેલી આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 13 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ 14 બોલમાં 22 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીએ આઈપીએલમાં બનાવ્યો મહારેકોર્ડ
વિરાટ કોહલીએ આ મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 1000 બાઉન્ડ્રી લગાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટે આઈપીએલમાં 721 ચોગ્ગા અને 280 સિક્સ ફટકારી છે. ઘરેલું દર્શકોની સામે કોહલીએ એક શાનદાર સિક્સ ફટકારી રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. વિરાટ કોહલીએ અત્યાર સુધી 257 આઈપીએલ મેચમાં 38.82ની એવરેજથી 8190 રન બનાવ્યા છે. આ બેટરના નામે આઈપીએલમાં 8 સદી અને 57 અડધી સદી છે.
IPLમાં સૌથી વધુ બાઉન્ડ્રી:
1001 - વિરાટ કોહલી
920 - શિખર ધવન
899 - ડેવિડ વોર્નર
885 - રોહિત શર્મા
સેટ થયા બાદ આઉટ થયો વિરાટ
વિરાટ કોહલીને દિલ્હી કેપિટલ્સના લેગ સ્પિનર વિપ્રજ નિગમે 22 રન પર આઉટ કર્યો હતો. મહત્વનું છે કે કુલદીપ યાદવ અને વિપરાજ નિગમની ફિરકીના જાદૂ બાદ કેએલ રાહુલની 53 બોલમાં અણનમ 93 રનની ઈનિંગની મદદથી દિલ્હીએ આરસીબીને છ વિકેટે પરાજય આપ્યો હતો.
રાહુલે અણનમ 93 રન ફટકાર્યા
પ્રથમ બોલિંગ કરતા દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટ પર 163 પર રોકી દીધું હતું. જવાબમાં દિલ્હીએ 13 બોલ બાકી રહેતા 4 વિકેટ પર 169 રન બનાવી જીત મેળવી હતી. રાહુલે 53 બોલમાં 7 ચોગ્ગા અને છ સિક્સની મદદથી અણનમ 93 રન બનાવ્યા હતા. તેણે પાંચમી વિકેટ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 111 રનનની ભાગીદારી કરી હતી. સ્ટબ્સ 38 રન બનાવી અણનમ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે