એમએસ ધોની IPL 2026માં રમશે કે નહીં? માહીએ જ સૌથી મોટા સવાલનો જવાબ આપ્યો
MS Dhoni IPL 2026: એમએસ ધોનીના આઈપીએલમાંથી નિવૃત્તિ અંગેની અટકળો ફરી એકવાર જોર પકડ્યું છે. હવે તેણે પોતે આગામી સિઝનમાં રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
ચેન્નઈઃ એમએસ ધોનીએ વર્ષ 2020મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. હવે વર્ષમાં એકવાર IPL દરમિયાન માહી મેદાન પર જોવા મળે છે. આઈપીએલ 2025 ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખરાબ રહી હતી. હવે સવાલ છે કે શું મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2026મા રમશે? ક્રિકેટ ફેન્સ આ સવાલનો જવાબ જાણવા ઈચ્છે છે. હવે ખૂદ ધોનીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
IPL 2026 માં રમશે કે નહીં?
એમએસ ધોની તાજેતરમાં ચેન્નઈમાં એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. અહીં તેણે આઈપીએલમાં પોતાના ભવિષ્ય પર નિવેદન આપતા કહ્યુ, 'મને આશા છે કે લોકો તે વિચારતા નહીં હોય કે હું હજુ 15-20 વર્ષ રમીષ. આ માત્ર એક કે બે વર્ષની વાત નથી. તમે મને હંમેશા પીળી જર્સી (CSK) માં જ જોશો. હું આગળ રમીશ કે નહીં, તેના વિશે તમને ખબર પડી જશે.'
આ સિલસિલો છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે, જ્યારે પણ આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ થાય છે તો એમએસ ધોનીની નિવૃત્તિની અટકળો શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે ઘણા સમય પહેલા ધોનીના રમવા કે ન રમવાના સવાલે ખાસ કરી ચેન્નઈ સુપર કિંગ્સ ફેન્સની ચિંતા વધારી છે.
થોડા સમય પહેલા એમએસ ધોનીએ જણાવ્યું હતું કે ભારતીય નેશનલ ક્રિકેટ ટીમ માટે રમવું તેના માટે સૌથી સારો અનુભવ રહ્યો. ભારતીય ટીમ બાદ બીજી કોઈ વસ્તુ તેને સારી લાગે છે તો તે છે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવું.
એમએસ ધોનીએ આઈપીએલમાં છેલ્લે 2022મા અડધી સદી ફટકારી હતી. ધોનીએ ત્યારે કેકેઆર વિરુદ્ધ અણનમ 50 રન બનાવ્યા હતા. ત્યારબાદ ધોની આઈપીએલમાં મોટા ભાગે નીચલા સ્થાને બેટિંગ કરે છે. પરંતુ ધોની માટે દર્શકોનો પ્રેમ જોવાલાયક હોય છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ગમે તે સ્ટેડિયમમાં રમે પરંતુ લોકો મોટી સંખ્યામાં ધોનીને જોવા માટે પહોંચતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે