શું પાકિસ્તાનની ટીમ આવશે ભારત? ICCએ કર્યું મોટું એલાન, નોંધી લો તારીખ અને વેન્યૂ

ICC: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાનના હાથમાં હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. હવે એક નવી ICC ટુર્નામેન્ટ માટે સ્ટેજ તૈયાર થઈ ગયું છે, જેની મેજબાની ભારતના હાથમાં છે. ICCએ આ ટુર્નામેન્ટ અંગે એક મોટી જાહેરાત કરી છે.

શું પાકિસ્તાનની ટીમ આવશે ભારત? ICCએ કર્યું મોટું એલાન, નોંધી લો તારીખ અને વેન્યૂ

ICC: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાનના હાથમાં હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. હવે એક નવી ICC ટુર્નામેન્ટ માટે સ્ટેજ તૈયાર થઈ ગયું છે, જેની મેજબાની ભારતના હાથમાં છે. ICCએ આ ટુર્નામેન્ટ અંગે એક મોટી જાહેરાત કરી છે. ICCએ મહિલા ODI વર્લ્ડ કપ 2025ની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાન મહિલા ટીમ ભારત આવશે કે નહીં.

વર્લ્ડ કપ ક્યારે શરૂ થશે?
ICCએ પોતાની ઓફિશિયલ એડવાઈઝરીમાં લખ્યું છે કે, 'મહિલાઓના 50 ઓવરના વર્લ્ડ કપની 13મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી ચાલશે. જેમાં આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે ભારત અને શ્રીલંકાના પાંચ સ્થળોનો ઉપયોગ કરવામાં આવશે. આ મેચો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગલુરુ), એસીએ સ્ટેડિયમ (ગુવાહાટી), હોલ્કર સ્ટેડિયમ (ઇન્દોર), એસીએ-વીડીસીએ સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) ખાતે રમાશે.

પહેલી મેચ કોની વચ્ચે?
ICCએ વધુમાં લખ્યું કે, 'આ ઇવેન્ટની શરૂઆત 30 સપ્ટેમ્બરે બેંગલુરુમાં ભારત સાથે એક ધમાકેદાર મેચથી થશે. કારણ કે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 12 વર્ષ પછી દેશમાં પાછો ફરી રહ્યો છે. પહેલી સેમિફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ બીજા દિવસે 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે.'

શું પાકિસ્તાની ટીમ ભારત આવશે?
ICCએ સેમિફાઇનલ માટે બે સ્થળો આપ્યા છે, જે ગુવાહાટી અને કોલંબો છે. આનો અર્થ એ થયો કે મહિલા ODI વર્લ્ડ કપ હાઇબ્રિડ મોડેલ પર યોજાશે. પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમી શકે છે. જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં આવે, તો PCBએ ICC સમક્ષ શરત મૂકી હતી કે, તે પણ ભારત નહીં આવે. આ પછી 22 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવે પરિસ્થિતિને વધુ ગૂંચવી નાખી છે.

કેટલી ટીમો લઈ રહી છે ભાગ?
મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ 2 નવેમ્બરના રોજ રમાશે. ICCએ કહ્યું કે, ફાઇનલ મેચ બેંગલુરુ અથવા કોલંબોમાં યોજાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો તે કોલંબોમાં યોજાશે. મહિલા વર્લ્ડ કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આ લસ્ટીમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news