કેટલાક દેશોમાં સ્ટીયરીંગ વ્હીલ જમણી બાજુ અને કેટલાક દેશોમાં ડાબી બાજુ કેમ હોય છે? જાણો આ પાછળનો તર્ક
ભારતમાં કાર, બસ, ટ્રક કે અન્ય વાહનના સ્ટીયરિંગ વ્હીલ જમણી તરફ હોય છે પરંતુ બહારના ઘણા દેશોમાં આ સ્ટીયરિંગ વ્હીલ ડાબી તરફ હોય છે. તેની પાછળ શું કારણ છે. આજે અમે તમને આ વિશે જણાવીશું.
Trending Photos
ભારતમાં રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોમાં સ્ટીયરિંગ વ્હીલ જમણા હાથ તરફ હોય છે પરંતુ બહારના ઘણા દેશોમાં તે ડાબી તરફ હોય છે. તેવામાં તમે ક્યારેય વિચાર્યું કે સ્ટીયરિંગ વ્હીલના રાઇટ કે લેફ્ટ હોવાનું શં લોજિક છે? આજે અમે તમને આ વિશે જણાવીશું કે ભારતમાં રાઇટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ અને અન્ય દેશોમાં લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ કેમ હોય છે.
આ દેશોમાં હોય છે રાઇટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ
દુનિયાના લગભગ 65 ટકા દેશોમાં સ્ટીયરિંગ વ્હીલ લેફ્ટ સાઇડ હોય છે. બાકી દેશોમાં સ્ટીયરિંગ વ્હીલ રાઇટ સાઇડ હોય છે. રાઇટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ હોય તે દેશોમાં ભારત, બ્રિટન, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સામેલ છે.
આ સિવાય જે દેશોમાં લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ હોય છે તેમાં અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ચીન અને રશિયા જેવા દેશ સામેલ છે.
ભારતમાં કેમ છે રાઇટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ
ભારતમાં ચાલતી ગાડીઓમાં સ્ટીયરિંગ વ્હીલના રાઇટ સાઇડ હોવાનું કારણ બ્રિટિશ કાળનો ઈતિહાસ છે. ભારતમાં લાંબા સમય સુધી અંગ્રેજોનું શાસન રહ્યું હતું. તે સમયે ભારતમાં ગાડીઓ બ્રિટનથી આવતી હતી, જ્યાં પર સ્ટીયરિંગ વ્હીલ રાઇટ સાઇડમાં હતું. તેવામાં ભારતમાં પણ સ્ટીયરિંગ વ્હીલ રાઇટ સાઇડમાં રહેવા લાગ્યું.
વિદેશોમાં કેમ હોય છે લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ?
વિદેશોમાં જેમ કે અમેરિકામાં લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ હોવાનું કારણ પણ ઈતિહાસ સાથે જોડાયેલું છે, અહીં પર પહેલાથી ગાડીઓનું સ્ટીયરિંગ વ્હીલ લેફ્ટ સાઇડ રાખવામાં આવ્યું, જે હજુ સુધી યથાવત છે. તેવામાં જ્યાં અમેરિકાની ગાડીઓ એક્સપોર્ટ થઈ, તે દેશોમાં પણ લેફ્ટ સાઇડ સ્ટીયરિંગ વ્હીલ થઈ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે