જૂનાગઢના ભવનાથ મંદિરનો વહીવટ હવે વહીવટદાર કરશે, વિગતો માટે જુઓ Video
જૂનાગઢના ભવનાથ મંદિરનો વહીવટ હવે વહીવટદાર કરશે. પ્રથમ વખત એવુ બન્યું કે ભવનાથ મંદિરનો વહીવટ વહીવટદારના હાથમાં હશે. પરંપરા મુજબ કલેક્ટર મહંતની નિમણૂક કરે છે. પરંતુ હવે ચરણસિંહ ગોહિલ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. પ્રથમ વખત વહીવટદાર નિમાયા છે. કલેક્ટર નિર્ણય કરશે ત્યારે મહંત જાહેર થશે. મહંત વિશે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો.