ભારત પર તોતિંગ ટેરિફ નાખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!, નીકટની વ્યક્તિએ આપી 'મોટી ચેતવણી'
ભારત વિરુદ્ધ ટ્રમ્પના ટેરિફ હુમલાથી એવી સ્થિતિ બની રહી છે જે કદાચ તેઓ ક્યારેય જોવા ઈચ્છશે નહીં. આ બધા વચ્ચે ટ્રમ્પના નીકટની વ્યક્તિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર જ્હોન બોલ્ટને ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
Trending Photos
ભારત અને અમેરિકાના સંબંધો પર એક નવો વિવાદ ઊભો થયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ટ્રમ્પના નીકટ રહી ચૂકેલા જ્હોન બોલ્ટને ચેતવણી આપી છે કે ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ટ્ર્મ્પ દાયકાઓની અમેરિકી કૂટનીતિને જોખમમાં નાખી શકે છે. તેમનું માનવું છે કે આ પગલું ભારતને રશિયા અને ચીનની વધુ નજીક ધકેલી શકે છે જે અમેરિકા માટે એક મોટી રણનીતિક ભૂલ સાબિત થઈ શકે છે.
બોલ્ટને જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારત પર 50 ટકાથી વધુ ટેરિફ લગાવ્યો છે. જેમાં 25 ટકા વધારાનો સેકન્ડરી ટેરિફ પણ સામેલ છે. આ ટેરિફ ફક્ત એ તર્ક સાથે લગાવવામાં આવ્યો કે ભારત રશિયાના યુદ્ધ અભિયાનને આર્થિક મદદ કરી રહ્યું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ચીન પર આ પ્રકારનો કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. તેનાથી ભારતે ખુબ જ નકારાત્મક પ્રતિક્રિયા આપી અને તેને અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવી.
સંબંધો પર લાંબા સમયની અસર
અમેરિકી વિદેશ નીતિ વિશેષજ્ઞ અને પૂર્વ વેપાર અધિકારી ક્રિસ્ટોફર પડિલ્લાએ પણ ચેતવણી આપી છે કે આ પગલું ભારત-અમેરિકાના સંબંધોને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે ટેરિફની અસર આવનારા વર્ષો સુધી ભારતની યાદમાં રહેશે અને એ સવાલ ઊભો કરી શકે છે કે શું અમેરિકા એક ભરોસાપાત્ર સાથે છે.
રશિયાને તક મળી શકે
રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે અને અમેરિકા પર ગેરકાયદેસર વેપારી દબાણ નાખવાનો આરોપ લગાવ્યો છે. બોલ્ટનનું માનવું છે કે આવનારી ટ્રમ્પ-પુતિનની મુલાકાતમાં પુતિન આ મુદ્દાનો ફાયદો ઉઠાવીને પોતાના એજન્ડાને આગળ વધારી શકે છે. તેમણે સીએનએન સાથે વાતચીતમાં કહ્યું કે જે ટેરિફ રશિયાને નબળું પાડવા માટે લગાવ્યા હતા તે ઉલ્ટી અસર પાડી શકે છે અને ભારતને રશિયા-ચીન સાથે મળીને અમેરિકા વિરુદ્ધ ઊભું કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે