ટ્રમ્પે ભારત પર ફોડ્યો બીજો ટેરિફ બોમ્બ, 25થી વધારી 50% કર્યો ટેક્સ, 27 ઓગસ્ટથી થશે લાગૂ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર એક્સ્ટ્રા 25 ટકા ટેરિફ લગાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે આ નિર્ણય ભારત દ્વારા રશિયાથી સતત તેલની ખરીદીના જવાબમાં લેવામાં આવ્યો છે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી છે. આ પહેલા પણ 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. એટલે કે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ આદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહી પણ કરી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બની જાહેરાત કરી છે. બુધવારે સાંજે ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
હકીકતમાં આ પહેલા અમેરિકા તરફથી ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની પાછળનું કારણ ટ્રમ્પે રશિયા પાસેથી તેલની ખરીદી ગણાવ્યું હતું.
ટ્રમ્પ દ્વારા સાઇન કરવામાં આવેલા આદેશ અનુસાર આ ટેરિફ 21 દિવસની અંદર પ્રભાવમાં આવી જશે, એટલે કે 27 ઓગસ્ટ 2025થી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા સામાનો પર લાગૂ થશે. પરંતુ આ તારીખ પહેલા જે વસ્તુ રવાના થઈ ગઈ હશે અને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચી જશે, તેને શુલ્કથી છૂટ મળશે. આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ટેરિફ અન્ય બધા શુલ્ક અને ટેક્સથી એક્સ્ટ્રા હશે અને કેટલાક ખાસ મામલામાં છૂટ પણ આપી શકાય છે.
ટ્રમ્પ સરકારે સંકેત આપ્યો કે જો કોઈ અન્ય દેશ પણ રશિયાથી પરોક્ષ કે સીધી રીતે તેલ આયાત કરે છે, તેના પર આ પ્રકારની કાર્યવાહી કરી શકાય છે. સાથે જો રશિયા કે કોઈ અન્ય પ્રભાવિત દેશ અમેરિકાની નીતિઓ અનુરૂપ પગલા ભરે છે, તો આ આદેશમાં ફેરફાર પણ સંભવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે