FD-RD ભૂલી જાઓ! આ છે LICની શાનદાર સ્કીમ, જિંદગી ભર થશે રૂપિયાનો વરસાદ; બાળકોના ભવિષ્યનું ટેન્શન થશે 'The End'

LIC Jeevan Tarun Policy: LICની જીવન તરુણ પોલિસી બાળકોના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક સરળ રસ્તો છે. આમાં એક નાનું રોકાણ નિશ્ચિત સમયે મોટું ફંડ મળે છે, જે ઉચ્ચ શિક્ષણ અને જરૂરી ખર્ચ માટે નાણાકીય સહાય બની જાય છે.

FD-RD ભૂલી જાઓ! આ છે LICની શાનદાર સ્કીમ, જિંદગી ભર થશે રૂપિયાનો વરસાદ; બાળકોના ભવિષ્યનું ટેન્શન થશે 'The End'

LIC Jeevan Tarun Policy: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવે અને જીવનમાં આગળ વધે, પરંતુ ઘણી વખત એવું બને છે કે, નાણાકીય મુશ્કેલીઓ આ માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. તો આવી સ્થિતિમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની "જીવન તરુણ પોલિસી" એક ખૂબ જ સારો સહારો સાબિત થઈ શકે છે. જી હા... આ પોલિસી માત્ર બાળકોના ઉચ્ચ શિક્ષણના ખર્ચને પૂર્ણ કરવામાં મદદ નથી કરતી, પરંતુ તેમના ભવિષ્યને આર્થિક રીતે પણ સુરક્ષિત બનાવે છે. જેના કારણે સમયસર મળેલા ફંડથી બાળકોના સપના પૂરા કરવાનું સરળ બને છે.

શું છે જીવન તરુણ પોલિસી
તમને જણાવી દઈએ કે, ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની "જીવન તરુણ પોલિસી" ખાસ કરીને બાળકોના શિક્ષણ અને યુવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કીમ માતાપિતાને નાના રોકાણો દ્વારા મોટું ફંડ બનાવવાની તક આપે છે. ખાસ વાત એ છે કે, દરરોજ ફક્ત 150 રૂપિયાનું રોકાણ કરીને તમે મહિનામાં 4500 રૂપિયાનું રોકાણ કરી શકો છો. એટલે કે દરરોજ 150 રૂપિયાની બચત કરીને તમે દર મહિને 4,500 રૂપિયાનું રોકાણ કરી શકશો. 4500ના આ રોકાણથી તમે તમારા બાળક માટે લગભગ 26 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

શેના માટે ઉપયોગી થશે આ ફંડ?
આ વિશાળ ફંડ બાળકના ઉચ્ચ શિક્ષણ, કરિયરની શરૂઆત અથવા અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જે બાળકોના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે માતાપિતા માટે LIC જીવન તરુણ પોલિસી એક ઉત્તમ વિકલ્પ છે.

જો કે, આ એક લિમિટેડ પ્રીમિયમ ચુકવણી સ્કીમ છે, જેમાં રોકાણ તેમજ વીમા કવરનો લાભ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે, આ પોલિસીમાં પોલિસીધારક નિશ્ચિત સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવે છે, અને જ્યારે બાળક 25 વર્ષનું થાય છે ત્યારે તેને એક સાથે રકમ મળે છે.

શું છે ફંડ કલેક્શનનો હિસાબ
જો તમે LIC જીવન તરુણ પોલિસીમાં રોકાણ કરો છો, તો તે દર મહિને લગભગ 4,500 રૂપિયા અને વાર્ષિક 54,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત જો આ પોલિસી બાળક 1 વર્ષનું થાય ત્યારે શરૂ કરવામાં આવે અને 25 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો પોલિસીના અંતે લગભગ 26 લાખની પાકતી મુદત મળી શકે છે. આ ફંડમાં વીમા રકમ, વાર્ષિક બોનસ અને અંતિમ વધારાનું બોનસ શામેલ હોઈ શકે છે. આ સ્કીમ બાળકોના શિક્ષણ, લગ્ન અથવા અન્ય મોટા ખર્ચ માટે મજબૂત નાણાકીય સહાય બની શકે છે.

રોકાણ માટે યોગ્ય ઉંમર
LIC જીવન તરુણ પોલિસીનો લાભ મેળવવા માટે બાળકની લઘુત્તમ ઉંમર 90 દિવસ અને મહત્તમ 12 વર્ષ હોવી જોઈએ. જી હા... જો બાળક 12 વર્ષથી મોટું હોય તો આ સ્કીમ ઉપલબ્ધ રહેશે નહીં. પોલિસીનો કુલ સમયગાળો બાળકની વર્તમાન ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો બાળક 5 વર્ષનું હોય તો પોલિસીનો સમયગાળો 20 વર્ષ (25 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી) રહેશે.

બની બેક તરીકે ફંડ
તેની ખાસિયત એ છે કે તમને ફક્ત પાકતી મુદત પર જ નહીં પણ તેની વચ્ચે પણ રૂપિયા મળી શકે છે. જ્યારે બાળક 20 વર્ષનું થાય છે, ત્યારે 24 વર્ષની ઉંમર સુધી દર વર્ષે એક મની બેક તરીકે નક્કી કરેલ રકમ પાછી આપી શકે છે. આ પછી 25મા વર્ષે પોલિસીની સંપૂર્ણ પાકતી મુદતની રકમ એકસાથે મેળવી શકાય છે, જેમાં બાકીની વીમા રકમ, વાર્ષિક બોનસ અને અંતિમ વધારાનું બોનસ શામેલ છે, આ રીતે આ સ્કીમ દરેક તબક્કે બાળકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે.

ટેક્સમાં પણ મળશે ફાયદો
LIC જીવન તરુણ પોલિસી ટેક્સ બચાવવાની પણ તક આપે છે. આ પોલિસીમાં રોકાણ કરીને તમે આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત પોલિસીની પરિપક્વતા પર પ્રાપ્ત થતી રકમ અથવા અકસ્માતના કિસ્સામાં પ્રાપ્ત થતી મૃત્યુ લાભ સંપૂર્ણપણે કરમુક્ત છે, કારણ કે તે કલમ 10(10D) હેઠળ આવે છે.

(Disclaimer: આ સમાચાર ફક્ત માહિતી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણ સલાહ તરીકે ન ગણવો જોઈએ, રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news