Beauty Tips: મોંઘી ક્રીમ કે બ્લીચની જરૂર નહીં પડે, આ વસ્તુ લગાડવાથી 3 દિવસમાં સાફ થવા લાગશે કોણી અને ઘુંટણ
Dark Elbows and Dark Knees Remedy: લોકો ચહેરાની માવજત તો સારી રીતે કરે છે પરંતુ ગરદન, કોણી અને ઘુંટણને ઈગ્નોર કરે છે. જેના કારણે આ ત્રણ જગ્યાએ ત્વચા ધીરેધીરે કાળી થવા લાગે છે. જ્યારે શોર્ટ કપડા પહેરવાનું થાય ત્યારે આ સ્કિન ખરાબ દેખાય છે. કોણી, ઘુંટણ અને ગરદનની ત્વચાને 3 દિવસમાં સાફ કરવાનો નુસખો આજે તમને જણાવીએ.
Trending Photos
Dark Elbows and Dark Knees Remedy: શોર્ટ કપડાં પહેરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વેકેશનમાં ફરવા જવાનું થાય ત્યારે યુવક અને યુવતી બંને શોર્ટ કપડા પ્રિફર કરે છે. શોર્ટ કપડાથી તમે ફેશનેબલ તો લાગો છો પરંતુ જો કોણી અને ઘૂંટણ કાળા હોય તો શોર્ટ કપડાં પહેરવા શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. કોણી અને ઘૂંટણ શરીરની અન્ય ત્વચાથી ડાર્ક હોય તે સામાન્ય છે પરંતુ સ્કિન વધારે પડતી ડાર્ક હોય તો તેને સાફ કરવી પણ જરૂરી છે.
સાફ સફાઈના અભાવના કારણે જો કોણી અને ઘુંટણ વધારે પડતા કાળા થઈ ગયા હોય તો આ ટેનિંગને દૂર કરવા અને નેચરલ ગ્લો મેળવવા માટે એક અસરદાર દેશી ફોર્મ્યુલો આજે જણાવીએ. જો કોણી અને ઘૂંટણની સ્કિન વધારે પડતી કાળી હોય તો કેમિકલ યુક્ત પ્રોડક્ટ ઉપયોગ કરવાને બદલે તમે આ દેશી ફોર્મ્યુલો અપનાવી શકો છો.
કોણી અને ઘૂંટણની કાળી સ્કીનને સાફ કરવાની આ રીત સોશિયલ મીડિયા પર પણ વાઇરલ છે. આ વાયરલ નુસખામાં શું કરવાનું હોય છે ચાલો તમને જણાવીએ. આ નુસખાને અજમાવવા માટે ટૂથપેસ્ટ, સોડા પાવડર, ટમેટા, કોફી પાવડર અને લીંબુના રસની જરૂર પડશે
એક બાઉલમાં ટમેટાની પેસ્ટ, ટૂથપેસ્ટ, સોડા પાવડર, કોફી મિક્સ કરો. તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ મિશ્રણને કોણી અને ઘૂંટણ પર સારી રીતે લગાવો. જો ચેહરા કરતાં ગરદનની સ્કિન પણ વધારે કાળી હોય તો આ પેસ્ટ ગરદન પર પણ લગાડી શકાય છે. પેસ્ટ લગાડ્યા પછી 10 થી 15 મિનિટ તેને સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી હાથ ભીના કરી હળવા હાથે મસાજ કરી પેસ્ટને સાફ કરો. આ નુસખો સતત ત્રણ દિવસ સુધી ટ્રાય કરો. ત્રણ દિવસમાં તમે જોશો કે ઘૂંટણ, કોણી અને ગરદન પર જામેલો મેલ ધીરે ધીરે દૂર થવા લાગ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ આ નુસખામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમાં સોડા અને લીંબુમાં બ્લીચિંગ પ્રોપર્ટી હોય છે જે ડેડ સ્કીનને દૂર કરી ત્વચાની રંગત સુધારે છે. કોફી અને ટમેટા પણ ત્વચા માટે ફાયદાકારક છે તે ત્વચા પર સ્ક્રબ જેવું કામ કરે છે. આ બધી જ વસ્તુઓનું મિશ્રણ ત્વચાને સાફ કરે છે જેના કારણે ત્વચાનો રંગ નિખરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે