કંપનીના 'માલિક' વેચી રહ્યાં છે 15.02% ભાગીદારી, નાના ઈન્વેસ્ટરોમાં હડકંપ, 5% તૂટ્યો શેર
Sagility India Ltd ના પ્રમોટર્સ કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી રહ્યાં છે. આ કંપનીના પ્રમોટર્સ 15.02 ટકા ભાગીદારી ઘટાડી રહ્યાં છે. પ્રમોટર્સ દ્વારા ઓફર ફોર સેલ દ્વારા શેર વેચવામાં આવી રહ્યાં છે. નોન રિટેલ ઈન્વેસ્ટર આજે આ ઓફર ફોર સેલ્સ પર દાવ લગાવશે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં એક કંપની Sagility India Ltd ના પ્રમોટર્સ કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી રહ્યાં છે. આ માટે ઓફર ફોર સેલ 28 મેએ ઓપન થશે. મહત્વનું છે કે ઓફર ફોર સેલ માટે ફ્લોર પ્રાઇઝ 38 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પ્રમોટર્સના આ નિર્ણયથી ઈન્વેસ્ટરો ખુશ જોવા મળ્યા નહીં. આજે કંપનીના શેરમાં લોઅર સર્કિટ લાગી છે. 5 ટકાના ઘટાડા સાથે કંપનીના શેર 40.72 રૂપિયા પર પહોંચ્યા છે.
કોણ વેચી રહ્યું છે કેટલા શેર
સેગિલિટી બીવીએ 346,132,843 શેર વેચવાની ઓફર કરી છે. જે કંપનીના 7.39 ટકા હિસ્સા બરાબર છે. જો ઓવરસબ્સ્ક્રિપ્શન વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે તો. આ કંપનીના 15.02 ટકા હિસ્સાની સમકક્ષ છે.
શું છે ટાર્ગેટ પ્રાઇસ
બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે 16 મેના રોજ જારી કરેલી એક નોંધમાં આ સ્ટોકને BUY રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે 60 રૂપિયાનો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. પહેલા બ્રોકરેજ હાઉસે 56 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે.
પાછલા વર્ષે આવ્યો હતો આઈપીઓ
આ આઈપીઓ 5 નવેમ્બર 2024ના ઓપન થયો હતો. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 30 રૂપિયા પ્રતિ શેર હતી. આઈપીઓની સાઇઝ 2106.60 કરોડ રૂપિયા હતી. 3 દિવસના સબ્સક્રિપ્શન દરમિયાન આ આઈપીઓને 3.2 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. રિટેલ કેટેગરીમાં આ આઈપીઓને 4.16 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું.
છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 17 ટકાની તેજી આવી છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સ ઈન્ડેક્સમાં 1.57 ટકાનો વધારો થયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે