ખુબ જ મુશ્કેલ છે પરંતુ... ડ્રીમ પ્રોજેક્ટ પછી રિટાયર થઈ જશે આમિર ખાન! ફેન્સને આપી મોટી હિંટ
Aamir Khan On Retirement: બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને હાલમાં જ જણાવ્યું કે, તે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તેમણે રિટાયરમેન્ટને લઈ મોટી હિંટ આપી છે.
Trending Photos
Aamir Khan On Retirement: બોલિવૂડ સુપરસ્ટાર અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન લગભગ 37 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેમણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મોમાં એવા ઘણા પાત્રો ભજવ્યા છે જેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. તાજેતરમાં આમિર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર' માટે ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિરે તેના ડ્રીમ પ્રોજેક્ટ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે સંકેત આપ્યો કે, તે તેના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત'માં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવવા માંગે છે.
આ ફિલ્મ પછી નિવૃત્તિ લઈશ!
ઇન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ ટૂંક સમયમાં રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યા છે. ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન દરમિયાન તેમણે હિંટ આપી હતી કે, તેમની છેલ્લી ફિલ્મ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હશે. આ ફિલ્મ પછી તેમની પાસે કંઈ કરવાનું બાકી રહેશે નહીં. ફિલ્મ 'સિતારે જમીન પર' પછી તેઓ ફક્ત તેમના ડ્રીમ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
'મારું સપનું છે હું મહાભારત બનાવું'
આમિર ખાને હાલમાં જ રાજ શમાનીના પોડકાસ્ટમાં પોતાની છેલ્લી ફિલ્મ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 'મારું એક ડ્રીમ છે, મારું સપનું છે, મારું સપનું છે કે, હું મહાભારત બનાવું અને તેના પર કામ શરૂ કરી રહ્યો છું. આમિર ખાને જણાવ્યું કે, 'મને લાગે છે કે મહાભારત એક કામ છે, એક પ્રોજેક્ટ છે. તે કર્યા પછી લગભગ મને લાગે છે કે ભાઈ, હવે હું આ પછી હું લગભગ કંઈ કરી શકતો નથી. કારણ કે તે મટેરિયલ એવું છે. તેમાં ઈમોશન, લેયર્ડ, સ્કેલ અને બધું જ છે. દુનિયામાં જે કંઈ છે તે મહાભારતમાં જોવા મળશે.'
આ પ્રોજેક્ટ સૌથી મોટું સપનું
આમિરે જણવ્યું કે, મહાભારત પ્રોજેક્ટ તેનું સૌથી મોટું સ્વપ્ન છે. તેની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વર્ષો લાગી ગયા. જો કે, હજુ સુધી એ નક્કી નથી કે તે આ ફિલ્મમાં કામ કરશે કે નહીં. હાલમાં આ ફિલ્મ માટે યોગ્ય પાત્રો પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ ઘણા ભાગોમાં બનાવવામાં આવશે, જેના માટે ઘણા દિગ્દર્શકો પણ કામ કરશે.
ત્રણ વર્ષ પછી પડદા પર કમબેક
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે આમિર ત્રણ વર્ષ પછી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. આમિર ખાન છેલ્લી વખત 2022માં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે