સ્મૃતિ ઈરાનીના પગારમાં થયો 77677% વધારો! જાણો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' માટે કેટલી ફી મળશે

Smriti Irani Reboot Fees: સ્મૃતિ ઈરાની વર્ષો બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. સીરિયલનો પ્રોમો આવ્યા બાદ સ્મૃતિ ઈરાનીનો લૂક સતત વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે તેને કેટલો પગાર મળશે તેની ચર્ચા પણ ચાલી રહી છે.

 સ્મૃતિ ઈરાનીના પગારમાં થયો 77677% વધારો! જાણો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' માટે કેટલી ફી મળશે

Smriti Irani Reboot Fees: 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' ભારતીય ટેલિવિઝનની એક એવી સીરિયલ ચે, જેણે ઘર-ઘર સુધી એક અલગ ઓળખ બનાવી છે. તો આ શો ફરી દર્શકોના દિલમાં રાજ કરવા માટે વાપસી કરી રહ્યો છે. 25 વર્ષ પહેલા તુલસીનું પાત્ર ભજવનાર સ્મૃતિ ઈરાની વર્ષો બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરવા જઈ રહી છે.

આ સમાચારથી ફેન્સ વચ્ચે તુલસી વિરાણીનો ક્રેઝ ફરી આવી ગયો છે. તો અહેવાલો પ્રમાણે શોના આ રીબૂટ વર્ઝન માટે તે લાખો રૂપિયાની ફી ચાર્જ કરી રહી છે.

રીબૂટ વર્ઝન માટે સ્મૃતિ લઈ રહી છે લાખોની ફી
દાયકાઓ પહેલા આ શોને જેટલી લોકપ્રિયતા મળી હતી, આજના કોઈ પણ સીરિયલે એટલી લોકપ્રિયતા મેળવી ન હોત. 25 વર્ષ પહેલા, સ્મૃતિએ તુલસીના પાત્રમાં ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ શો 2000 માં શરૂ થયો ત્યારે તેની ફી ફક્ત 1800 રૂપિયા પ્રતિ એપિસોડ હતી.

તે સમયમાં એક સામાન્ય ટીવી શો માટે આ રકમ યોગ્ય માનવામાં આવતી હતી. હવે 2025 માં, તે આ જ શોના રીબૂટ વર્ઝનમાં પરત ફરી રહી છે, તેથી તેની ફીમાં પણ ઘણો વધારો થયો છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, હવે તે આ રીબૂટ વર્ઝન માટે 14 લાખ રૂપિયાની મોટી ફી વસૂલ કરી રહી છે.

શોનો પ્રોમો જોઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ
સ્મૃતિ ઈરાનીએ સીરિયલ ક્યોંકિ સાસમાં એક નોસ્ટેલ્જિયા તુલસીના રોલમાં દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. પરંતુ આજે તે રાજનીતિમાં પણ છે. તેમ છતાં શોના રીબૂટ વર્ઝનમાં તેની વાપસીથી ઓડિયન્સ માટે સ્પેશિયલ મોમેન્ટ સાબિત થઈ.

મંગળવારે રિલીઝ થયેલા શોના પ્રોમોમાં સ્મૃતિને તે જૂના તુલસીના ફોર્મમાં પરત જોઈ ફેન્સની યાદો તાજી થઈ છે. શોમાં વધુ એક મોટી વાત છે કે અમર ઉપાધ્યાય પણ મિહિર વિરાણીના કેરેક્ટરમાં વાપસી કરવાના છે. એટલે કે આટલા વર્ષો બાદ દર્શકોને તુલસી અને મિહિરની જોડીને એકવાર ફરી સાથે જોવા મળવાની છે.

સીરિયલનો પ્રથમ પ્રોમો રિલીઝ થતાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર તુલસી વિરાણીના રોલમાં સ્મૃતિ ઈરાનીને વર્ષો બાદ શોમાં પરત જોઈ ફેન્સ વચ્ચે આતૂરતા બનેલી છે. દર્શકો જલ્દી તુલસી અને મિહિરની જોડીને જોવા માટે આતૂર છે. વાત કરીએ શોના પ્રથમ એપિસોડના પ્રીમિયરની તો 29 જુલાઈએ રાત્રે 10.30 કલાકે સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવશે. તમે આ શોને જિયો હોટસ્ટાર પર પણ જોઈ શકશો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news