રીલ્સ જોઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરના એક તરફથી પ્રેમમાં પડ્યાં 62 વર્ષીય વૃદ્ધા, જમવાનું છોડી દીધું, ડિપ્રેશનમાં સરી પડ્યાં
Vadodara News: સોશિયલ મીડિયાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે વડોદરામાં વૃદ્ધાને સોશિયલ મીડિયાનું એવું વળગણ લાગ્યું કે આ કહાની સાંભળી તમે ચોંકી જશો.
Trending Photos
Vadodara News: આજકાલના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. બાળકો હોય કે વૃદ્ધો સોશિયલ મીડિયા પર વિવિધ કન્ટેન્ટ અને રીલ્સ જોવામાં ઘણો સમય પસાર કરે છે. તેવામાં ઘણા લોકોને સોશિયલ મીડિયા પર પ્રેમ પણ થઈ જતો હોય છે. પરંતુ વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં 62 વર્ષીય વૃદ્ધા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરના એક તરફી પ્રેમમાં પડી ગયા હતા.
સોશિયલ મીડિયા પર રીલ્સ જોઈ પ્રેમમાં પડી ગયા
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાનાં માંજલપુરમાં રહેતા એક 62 વર્ષીય વૃદ્ધાને રીલ્સ જોવાનો ચસકો લાગ્યો હતો. આ વૃદ્ધા રીલ્સ બનાવતા એક યુવકના પ્રેમમાં પડી ગયા હતા. જ્યાં સુધી તે યુવકની રીલ્સ પર લાઇક કે કોમેન્ટ ન કરે તો વૃદ્ધાને ઊંઘ પણ નહોતી આવતી. જો કોમેન્ટનો જવાબ યુવક ન આપે તો વૃદ્ધા ડિપ્રેશનમાં આવી જતાં હતા.
ત્યારબાદ માતાની આ હાલત જોઈને પુત્ર-પુત્રવધૂએ તેમના ફોનમાંથી એપ ડિલીટ કરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ વૃદ્ધાએ જમવાનું છોડી દીધું હતું. ડિપ્રેશનમાં આવી ગયેલા માતાને બહાર કાઢવા પુત્રએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે જણાવ્યું કે વડોદરાના માંજલપુરમાં રહેતાં 62 વર્ષીય વૃદ્ધા સોશિયલ મીડિયામાં રીલ્સ માટે એક એપનો ઉપયોગ કરતા હતા અને રીલ્સ જોઈ પોતાનો સમય પસાર કરતા હતા.
આ દરમિયાન વૃદ્ધાને એક યુવકની રીલ્સ ગમવા લાગી હતી. તેના વીડિયો જોઈને આ વૃદ્ધા તે યુવકના એક તરફી પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ દીકરા-વહુએ અભયમની મદદ લીધી હતી. ત્યારબાદ અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કર્યું અને તમને સમજાવ્યા હતા. અભયમની ટીમે રીલ્સ જોવાને બદલે અન્ય પ્રવૃત્તિમાં સામેલ થવાની સલાહ વૃદ્ધાને આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે