ભારતમાં ફરવા આવેલા રોમાનિયાના નાગરિકને જેલમાં જવાનો વારો આવ્યો, એક ભૂલ પડી ભારે
Ahmedabad News: ભારતમાં ફરવા આવેલા એક રોમાનિયાના નાગરિકની મુશ્કેલી વધી છે. વિઝાના નિયમમાં થયેલી ભૂલને કારણે SOGએ વિદેશી નાગરિકની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ તમે જ્યારે કોઈ દેશમાં વિઝા લઈ ફરવા જાવ ત્યારે તમારે ઘણા નિયમનું પાલન કરવું પડતું હોય છે. અલગ-અલગ પ્રકારના વિઝા માટે નિયમો પણ જુદા-જુદા હોય છે. ત્યારે ભારતમાં વિઝા લઈ ફરવા આવેલા રોમાનિયાના નાગરિકે એવી ભૂલ કરી કે તેણે જેલમાં જવાનો વારો આવ્યો છે. ત્યારે તમે પણ જાણો શું છે વિગત.............
અમદાવાદ એસઓજીએ જે વ્યક્તિની ધરપકડ કરી છે તે રોમાનિયાનો નાગરિક છે અને તેનું નામ Dragomir Mihai Gadriel છે. આ વ્યક્તિએ ભારતમાં ફરવા માટે વિઝિટર વિઝાની અરજી કરી હતી અને તેને પાંચ વર્ષના વિઝા મળ્યા હતા. પરંતુ ભારતમાં આવી રોમાનિયાના નાગરિકે એક ગુનો કર્યો જેના કારણે તેણે જેલમાં જવાનો વારો આવ્યો છે. ભારતમાં પાંચ વર્ષના ટૂરિસ્ટ વિઝાના નિયમ પ્રમાણે વિદેશી નાગરિકે 90 દિવસમાં પોતાના દેશમાં જઈ પરત આવવાનું હોય છે. પરંતુ રોમાનિયાના વ્યક્તિએ આ નિયમનો ભંગ કર્યો હતો.
રોમાનિયન નાગરિક ભારતમાં ફરવા દરમિયાન 90 દિવસમાં પરત જવાનું ભૂલી જતાં તેણે યુપીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ એજન્ટ દ્વારા એક્ઝીટ પરમિટ એક દિવસ મોડી આપતા રોમાનિયાના નાગરિકે તેની તારીખમાં ચેડાં કર્યાં હતાં. ત્યારબાદ એરપોર્ટ પર પહોંચતા તપાસ દરમિયાન તે ઝડપાયો હતો.
ત્યારે રોમાનિયા નાગરિકની ધરપકડ કરી ને પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ શખ્સ કુંભ મેળામાં ફરવા અને સ્નાન કરવા આવ્યો હતો. ત્યાંથી ગોવા ફરવા ગયો બાદમાં ઉત્તરાખંડ ગયો હતો. ત્યારે sog એ તપાસ શરૂ કરી છે આ ભારતની મુલાકાત દરમિયાન કોઈ ગુનાહીત પ્રવુતિ કરી છે કેમ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે