આવતીકાલે રથયાત્રાએ અમદાવાદમાં ભૂલથી પણ આ વિસ્તારોમાં પાર્કિંગ ન કરતા, નહિ તો થશે દંડ

No Parking Zone For Ahmedabad Rathyatra 2025 : આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે... ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામા આવ્યા છે

આવતીકાલે રથયાત્રાએ અમદાવાદમાં ભૂલથી પણ આ વિસ્તારોમાં પાર્કિંગ ન કરતા, નહિ તો થશે દંડ

Rathyatra 2025 : આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર નીકળવાની છે. શહેરના પૂર્વ વિસ્તારના અનેક રસ્તાઓ પરથી રથયાત્રા પસાર થશે. ત્યારે રથયાત્રામાં ટ્રાફિક ન થાય, અને કાબૂમાં રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 

અમદાવાદ શહેરમાં આગામી તા.૨૭/૬/૨૦૨૫ નાં રોજ જગન્નાથ મંદિરની ૧૪૮ મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોના જાહેરમાર્ગોને તા.૨૬/૬/૨૦૨૫ તથા તા.૨૭/૬/૨૦૨૫ ના રોજ દિન-૨ પુરતો "નો પાર્કીંગ ઝોન" જાહેર કરવામાં આવે છે.

નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર 
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. ૨૬/૬/૨૦૨૫ ના કલાક ૦૦.૦૦ થી તા.૨૭/૬/૨૦૨૫ ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રથયાત્રાની ભીડ પર ટેકનોલોજીથી નજર 
ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાની સુરક્ષા માટે આધિનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રથયાત્રાની ભીડ પર નજર રાખવા માટે મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. 400 થી વધારે સીસીટીવી, ૧૮૪ લાઇવ સીસીટીવી અને ૨૦ થી વધારે ડ્રોનથી રથયાત્રા પર પોલીસની બાજ નજર રહેશે. તમામે તમામ સીસીટીવીના ફુટેજનું મોનીટરીંગ મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ ખાતેથી થશે. જો કોઇ જગ્યાએ વધારે ભીડ એકત્ર થાય અથવા કોઇ અસામાન્ય સ્થિતિ સર્જાય તો આ વ્હીકલથી સંદેશો પ્રસારીત થશે. સમગ્ર રથયાત્રાના રૂટ પર ભીડ અને ક્રાઉડ કંટ્રોલ કરવા માટે એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ કંટ્રોલ રૂમની ગરજ સારશે. કમિશનર કચેરી, સીએમ ઓફીસ, ડીજીપી ઓફીસ જેવું જ લાઇવ સ્ટ્રીમીગ મોબાઇલ કોમ્યુનિકેશન ઓફીસ વ્હીકલ પર થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news