પેટાચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ; અમિત નાયકે ફોટો શેર કરીને એવું લખ્યું કે પાર્ટીમાં આવ્યો ભૂકંપ!

Gujarat Congress: ગુજરાતમાં ચૂંટણીઓ ટાણે કોંગ્રેસમાં દર વખતની જેમ ચાલતો ઉકળતો ચરૂ સામે આવ્યો છે. જીગ્નેશ મેવાણી બાદ હવે પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું લઈ લેવા માટે જણાવ્યું છે.

પેટાચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસમાં કકળાટ; અમિત નાયકે ફોટો શેર કરીને એવું લખ્યું કે પાર્ટીમાં આવ્યો ભૂકંપ!

Gujarat Congress: મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મધ્યપદેશના ભોપાલમાં સંગઠન સર્જનના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારની યાદી જોવા મળી હતી, જેમાં જમીન આસમાનનો તફાવત હતો. એક લિસ્ટમાં સિનિયર નેતાઓના આસિસ્ટન્ટ અને બીજા લિસ્ટમાં પોટેન્શિયલ અને ગુજરાતના ભવિષ્યની લીડરશિપ જોવા મળી છે.

રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, વર્તમાન જિલ્લા પ્રમુખો જે સારું કામ કરી રહ્યા છે તેમને ફરી વાર કામ કરવાની તક મળશે. જે સારું કામ કરી રહ્યા છે તેમને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે  ગુજરાતમાં જિલ્લા પ્રમુખો નક્કી કરવા માટે દિલ્હીથી ઓબ્ઝર્વર મોકલવામાં આવ્યા. તેઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગયા અને કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. જેઓએ નામ પસંદ કરી દિલ્હી મોકલ્યા હતા. હું જ્યારે જૂનું લિસ્ટ અને નવા સૂચવાયેલા નામો જોઈ રહ્યો હતો ત્યારે જમીન આસમાનનો ફર્ક જોવા મળ્યો. 

પત્રિકા કાંડ મામલે અમિત નાયક સામે ખોટી ફરિયાદનો આક્ષેપ 
કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ફેસબુક પર રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે હિંમતસિંહ પટેલના નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે હિંમતસિંહ હરીફ પક્ષના નેતા સાથે તેમના ખર્ચે હજારો કિ.મીનો પ્રવાસ કરીને આવ્યા તો સંગઠન કઈ રીતે ટકશે.

No description available.

કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે  રાહુલ ગાંધીને સંબોધતો પત્ર લખીને શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેનો ફોટો મુકીને અનેક આક્ષેપ કર્યા છે. હિંમતસિંહ પટેલના ઈશારે પક્ષના કાર્યકરોએ પત્રિકા કાંડ મામલે અમિત નાયક સામે ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 

No description available.

અમિત નાયકે રાહુલ ગાંધીને લખેલો જાહેર પત્ર 
આપ છેલ્લા ઘણા સમયથી રેસના ઘોડા, લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુમાં સચોટ માહિતીનું યોગદાન આપવું તે અમારી ફરજનો એક ભાગ છે.

ચૂંટણીઓમાં પક્ષ જે કોઈ ઉમેદવારને ટિકિટ આપે તે આદેશને શિરે ચડાવી તેના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું તે જ પક્ષ પ્રત્યે ની વફાદારી અને શિસ્ત છે, "મતભેદ હોઈ શકે પણ મનભેદ નહિ".મારાં જેવાં હજારો કાર્યકર્તા આ નિયમ થી જ પક્ષ માં કાર્યરત છે અને આગળ પણ રહશે. પરંતુ આપણા પક્ષના ઉમેદવાર ની ચૂંટણી માટે પ્રચારકાર્ય કરતાં શિક્ષિત અને સ્પષ્ટ વક્તા કાર્યકર્તા ને રાજકીય હરીફ ની જેમ વર્તે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરી થી અડગા રખાવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસ માં ખોટી ફરિયાદો અપાવી રાજકીય લાલશાને તૃપ્ત કરવી અને 10 ડગલાના અંતરે હોવાં છતાં પક્ષને વરેલા આગેવાનના ઘર કે ઓફિસ પર જઈ બેસવાથી અંતર જાળવવા નું અને રાજકીય રીતે હરીફ પક્ષના ઉમેદવારના સામાજિક પ્રસંગમાં 1000 કિ.મીનો પ્રવાસ કરી હાજરી પુરાવી ફાઈવ સ્ટાર મિજબાની કરીને આવે તેવી પરિસ્થિતિમાં સંગઠન કઈ રીતે ટકશે? 

નાનો કાર્યકર્તા પોતાના જીવ ના જોખમે, ધંધા ના જોખમે કે સામાજિક જોખમ ને દાવ પર મૂકી પક્ષ ની વિચારધારા માટે કટ્ટારતા થી ક્યાં સુધી લડશે? અને રાજકીય લાભ ખાટવા માં વર્ષો થી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષ ના નેતૃત્વ ને છેતરશે? આવી બાબતે ગંભીરતા થી વિચારવા નો સમય આવી ગયો છે અને જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય અને કેટલાક સ્પષ્ટ,કટ્ટર અને આકરા રાજકીય નિયમો નાના થી લઇ પ્રદેશ ના શીર્ષ નેતૃત્વ સુધી ના તમામ ને માટે લાગુ થાય તો જ રાહુલ ગાંધીના પ્રયાશો સફળ થશે તેવી અપેક્ષા..

કોંગ્રેસ પક્ષમાં બુદ્ધિજીવી અને શિક્ષિત કહી શકાય તેવા ડોક્ટર, એન્જીનીયર કે ટેક્નોક્રેટ છેલ્લે ક્યારે જોડાયા હશે તેનો ડેટા નહિ જ હોય પણ જે રહ્યા છે તેની ઘોર ખોદવા નીકળ્યાં હોય તેમના સામે શિક્ષાત્મક પગલાં લઇ જુના ને રક્ષિત કરશો ત્યારે નવા લોકો ને નેતૃત્વ પર વિશ્વાસ બેસશે તેવી અપેક્ષા સહ. 

તેમણે છેલ્લે જણાવ્યું હતું કે, હું કૉંગેસ પક્ષના હોદ્દા અને જવાબદારી પર થી મુક્ત કરવા શીર્ષ નેતૃત્વ ને જાહેર વિનંતી કરી રહ્યો છું પક્ષના પ્રાથમિક સદસ્ય તરીકે જાહેર કાર્યક્રમો માં કાર્યકર તરીકે કટ્ટીબધતા સાથે હાજરી આપીશ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news