"આ પ્રકારના કપડાં ક્યારેય ન પહેરવા જોઈએ"; પ્રેમાનંદ મહારાજે આપી ચેતવણી...
આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો જુદાં-જુદાં મંત્રો લખેલ ટી-શર્ટ પહેરતાં હોય છે. બજારમાં આ પ્રકારના કપડાં ખૂબ વેચાતાં હોય છે. પરંતુ પ્રેમાનંદ મહારાજ કહે છે કે આવાં કપડાં ન પહેરવા જોઈએ. મંત્રો કોઈ સામાન્ય બાબત નથી. તેના ઉપયોગની પદ્ધતિ હોય છે. આ રીતે કપડાંઓમાં તેનો ઉપયોગ ન કરી શકાય.
Trending Photos
પ્રેમાનંદજીની મંત્રોચ્ચાર લખેલ કપડાં ન પહેરવાની સલાહ
વૃંદાવનના આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજે પવિત્ર હિંદુ મંત્રોથી મુદ્રિત કપડાં પહેરવાના ફેશન ટ્રેન્ડ સામે ચેતાવણી આપી છે. તેમણે ક્હયું કે આ પ્રકારે મંત્રોનો ઉપયોગ ઉચિત નથી અને તેને રોકવું જોઈએ. પ્રેમાનંદ મહારાજે કહ્યું કે વૈદિક મંત્રોના ઉચ્ચારણ ભક્તિ ભાવ સાથે કરવા જોઈએ. તેને આપણાં હ્રદયમાં રાખવા જોઈએ, કપડામાં નહિ. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે કે જ્યારે બજારમાં હિંદુ ધર્મગ્રંથોના શ્લોકોવાળા કપડાંઓ લોકપ્રિય બન્યાં છે.
લોકોએ ફેશન બનાવી છે પણ તે યોગ્ય નથી
આજકાલ, ઘણાં કપડાંઓની બ્રાન્ડ અને ઓનલાઈન સ્ટોર વેદો અને પુરાણોના મંત્રોથી મુદ્રિત કુર્તા અને ટી-શર્ટ વેચે છે. આ પ્રકારના કપડાંઓેને લોકો ફેશન સમજીને પહેરે છે.
"મંત્રો હ્રદય સાથે જોડાયેલ હોવા જોઈએ, કપડાં સાથે નહીં"
તાજેતરમાં, એક ભક્તની મુલાકાત દરમિયાન, પ્રેમાનંદ મહારાજે જોયું કે તે યુવાને કુર્તો પહેર્યો હતો જેના પર શિવમંત્ર છપાયેલ હતો. તેમણે કડક સંદેશ આપતા કહ્યું: "અમારી વિનંતી છે કે લોકોએ આવા કપડાં ન પહેરવા જોઈએ કારણ કે તેમના પર મંત્રો લખેલા હોય છે અને આ યોગ્ય નથી. આ કળયુગના લોકોએ આવું કરવાનું શરૂ કરી દીધું છે પણ તેને બંધ કરવું જોઈએ છે." તેમણે આગળ કહ્યું: "આ એક વૈદિક મંત્ર છે અને તે હૃદય સાથે જોડાયેલ હોય તે જ સારું છે. કપડાં પર હોવાથી કંઈ ફેર થતો નથી. આ મંત્ર ગુરુ પાસેથી લેવામાં આવે છે જેનું મનમાં સતત જપ કરવું જોઈએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે