હવે ડ્રાઇવિંગ નિયમો તોડ્યા તો થશે લાયસન્સ સસ્પેન્ડ; ગુજરાતના આ જિલ્લામાં 40થી વધુ લાયસન્સ સસ્પેન્ડ
Mehsana News: ડ્રાઇવિંગ નિયમો તોડ્યા તો થશે લાયસન્સ સસ્પેન્ડ. મહેસાણામાં 40થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા. હેલ્મેટના પહેર્યું તો પણ લાયસન્સ સસ્પેન્ડ થશે. બેદરકારી ભરી રીતે વાહન ચલાવશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા આરટીઓ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 40 થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરટીઓ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો જે બેદરકારી પૂર્વક ચલાવવા અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર પકડાયા બાદ હાલમાં તેમના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં 46 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.
આ વાહન ચાલકો ને ગફલત ભરી રીતે વાહન ચલાવવું અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર ચલાવવા બદલ હાલમાં તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહન ચાલકોમાં અવેરનેસ મામલે વિવિધ કેમ્પેઇન એનજીઓ સાથે રાખીને કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના વાલીને પણ એક અપીલ કરવામાં આવી.
વિદ્યાર્થીઓને વાહન આપતા પહેલા તેમનું લાયસન્સ નીકાળવું લાયસન્સ વગર વાહન ન આપવું અને હેલ્મેટ વગર વિદ્યાર્થીઓ વાહન ન ચલાવે તેનું જો વાલીઓ ધ્યાન રાખશે તો અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં કોઈને જાનમાલનું નુકસાન ન થાય પોલીસથી બચવા હેલ્મેટ પહેરવાનું નથી પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ તો કરવામાં આવતું હોય છે પરંતુ લોકોમાં હજુ હેલ્મેટને લઈને જાગૃતતા ઓછી જોવા મળતી હોવાના દ્રશ્યો મહેસાણામાં જોવા મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે