ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈને આવ્યા મોટા અપડેટ : 2025 ના અંત સુધી મળશે ખુશખબરી
Semiconductor Industry In Gujarat : સાણંદ ખાતે માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટની કામગીરી 70 ટકા પૂર્ણ થઈ છે, બાકીની કામગીરી આ વર્ષના અંતમાં થાય તો પ્લાન્ટ જલ્દી જ શરૂ થઈ જશે
Trending Photos
Vibrant Gujarat : સેમિકન્ડક્ટરને લઈને ગુજરાતમાં મોટા અપડેટ સામે આવ્યા છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2029 થી આ પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ જશે. જે સેમિકન્ડકટર ઈન્ડસ્ટ્રીઝમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ગુજરાતમાં આકાર પામી રહ્યો છે. સાણંદ ખાતે માઈક્રોન કંપનીનો પ્લાન્ટ 22,519 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવ્યો છે. આ એક મોટું રોકાણ છે. જ્યાં રેન્ડમ એક્સેસ મેમરી (રેમ) અને નોટ એન્ડ (એનએએનડી) મેમરી માટેની ચીપ બનાવાશે. ટાટા ગ્રૂપ કંપની માઈક્રોન કંપનીનું બાંધકામ કરી રહ્યું છે, ત્યારે આ સેમિકન્ડક્ટર અને ચીપસેટ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 70 ટકા બાંધકામ થઈ ગયું છે, આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી, 2026 સુધીમાં બાકીનું કામકાજ પણ પૂર્ણ થઈ જશે. આમ, તો આ પ્લાન્ટ 2024 માં પૂર્ણ થવાનો હતો, પરંતું કેટલાક વિધ્નોને કારણે તે 2025 ના અંતમાં અથવા 2026 ની શરૂઆતમાં પૂર્ણ થશે.
જયારે મેમરી ચીપ બનશે, તેના ક્લીનરૂમ વેલિડેશનની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટાટા પ્રોજેક્ટ દ્વારા પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાની સાઈટ માઈક્રોનને સોંપશે અને પછી ઉત્પાદન શરૂ થશે. વેલિડેશન એક મહત્વની પ્રક્રિયા છે જેમાં ચીપ બનાવતા રૂમ કે જગ્યામાં બેક્ટેરિયા, કોઇપણ પ્રકારની પૂળ, રજકણ કે કેમિકલ પાર્ટીકલ ન હોય તેની ચકાસણી કરે છે. સૈમિકન્ડક્ટર કે ચીપ બનાવવાના પ્લાન્ટમાં આ એક બહુ જ મહત્વની પ્રક્રિયા છે. કોઈ ડસ્ટ, રજકલ કે અન્ય ચીજો મળી આવે તો ચીપની ગુણવત્તા કે કામગીરી સંપૂર્ણ પણે રિજેક્ટ થઈ શકે છે. આ કલીન રૂમ અત્યારે પાંચ લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અહીં કંપની પોતાની ચિપસેટની એસેમ્બલી, ટેસ્ટીંગ અને પેકેજીંગ (એટીએમપી) કરશે.
આવનારા સમયમાં ગ્લોબલ સેમી કંડક્ટર વેલ્યુ ચેનમાં ગુજરાત અગ્રેસર રહેશે. ગુજરાત સેમી કંડક્ટર સેક્ટર માટે હાઇ ટેક મેન પાવર તૈયાર કરવા પ્રયત્નશીલ છે. પીએમ મોદી નું વિઝન છે કે આપણે એવા ભારતનું નિર્માણન કરીને કે વિશ્વમાં સેમી કંડકટર માટે વૈશ્વિક ચેન સપ્લાયમાં મહત્વનો ફાળો રહે. ભારત સરકાર જેમ ગુજરાત સરકાર પણ ઇલેક્ટ્રિક સેકટર અને સેમી કંડકટર માટે ફેસેલિટી આપે છે.
હવે પછીની લડાઈ માત્ર ચિપ માટે જ હશે
વિશ્વની વર્તમાન સ્થિતિમાં જે દેશ ચિપ એટલે કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં આગળ છે તે સમગ્ર વિશ્વ પર રાજ કરશે. અત્યારે અમેરિકા અને ચીન આ રમતમાં સૌથી આગળ છે. આજે આપણું આખું જીવન આ ચિપ્સ પર નિર્ભર છે. સ્માર્ટફોન હોય, લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય કે ટીવી હોય, ચીપ વગર કંઈ નથી. જે નાનું લાગે છે તે વાસ્તવમાં એટલું જ શક્તિશાળી છે અને અમેરિકા ચીપ્સ પર સર્વોપરિતાની રમતમાં ચીનને હરાવવા માંગે છે, તેથી તે ભારતને પણ સમર્થન આપી રહ્યું છે. ભારત આને સમજે છે અને તેથી જ દેશમાં એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા પર કામ શરૂ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે