આમ આદમી પાર્ટીમાં મોટી વિકેટ પડી, ગાંધીનગરના આ નેતાએ આપ્યું રાજીનામું

Resignation In AAP Gujarat : અવગણના અને નારાજગીને કારણે આમ આદમી પાર્ટીના ગાંધીનગરના લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ રાજીનામું આપ્યું 

આમ આદમી પાર્ટીમાં મોટી વિકેટ પડી, ગાંધીનગરના આ નેતાએ આપ્યું રાજીનામું

Aap Gujarat News : આમ આદમી પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાતો રહે છે. આવામાં વધુ એક દિગ્ગજ નેતાની વિકેટ પડી છે. આપ પાર્ટીના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષને રાજીનામું આપ્યું છે. 

આપ ગુજરાતના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપતો પત્ર લખ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખી જાણકારી આપી છે. આપ પાર્ટીમાં પ્રદેશ આગેવાનો દ્વારા સતત અવગણના અને નીતિ રીતિથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે. 

તેમણે પત્રમાં લખ્યું કે, અમો આમ આદમી પાર્ટીના વિવિય હોદ્દા પર કાર્ય૨ત છીએ પરંતુ પક્ષના કેટલાક પ્રદેશ આગેવાનો તરફથી થતી અવગણના અને તેઓની નીતિરીતિઓથી નારાજ થઈને તેમજ જે વિઝન સાથે અમો પક્ષમાં જોડાયા હતા તે પૂર્ણ થઇ શકે તેવી કોઈ શક્યતા જણાતી નહી હોવાથી હું. આમ આદમી પાર્ટીના નીચે જણાવેલ તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. પ્રદેશ સંગઠન મંત્રી-મધ્ય ઝોન,ગુજરાત, પ્રભારી-ગાંધીનગર લોકસભા બેઠક અને પ્રભારી-ગાંધીનગર ઉત્તર વિધાનસભા

પક્ષપલટા માટે પ્રખ્યાત છે સૂર્યસિંહ ડાભી
સુર્યસિંહ ડાભી પક્ષપલટા માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતું ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. તે સમયે પણ તેઓએ આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું હતું. ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે તેવું કારણ તેઓએ દર્શાવ્યું હતું. 

આમ, એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત મિશન પર ફોકસ કરી ગુજરાતમાં પોતાના પગ મજબૂત કરવા મથી રહ્યાં છે. ત્યાં બીજી તરફ, આપ ગુજરાતમાં નારાજગીના દોર ચાલી નીકળ્યા છે. હાલમાં જ આપના ધારાસભ્ય હેમંત ખવા ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. તો ત્યાં બોટાદમાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની નારાજગી દર્શાવી હતી. ઉમેશ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં આપના દંડકના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલ્યું હતું, જેમાં જણાવ્યું કે પાર્ટીમાં મારી સામાજિક સેવાઓ ઘટી જવાથી હું તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

ગુજરાતમાં આપ ગઠબંધન નહિ કરે 
આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તે કોઈપણ ગઠબંધન વિના ચૂંટણી લડશે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં અને સંપૂર્ણ તાકાત સાથે એકલા ચૂંટણી લડશે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત પછી આમ આદમી પાર્ટી (AAP) એ તેના મિશન ગુજરાતને વેગ આપ્યો છે. રાજ્ય 'ગુજરાત જોડો' સભ્યપદ અભિયાન પછી, પાર્ટીએ હવે નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ શરૂ કર્યું છે. પાર્ટીના પ્રદેશ વડા ઇસુદાન ગઢવીએ અપીલ કરી છે કે ચૂંટણી લડવા માંગતા ઉગ્રવાદી નેતાઓ જન્માષ્ટમીથી ફોર્મ ભરી શકે છે. આ વર્ષના અંતમાં ગુજરાતના શહેરોમાં ચૂંટણી યોજાવાની છે. તેમાં રાજ્યના મોટા શહેરોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં પોતાની મજબૂત હાજરી બતાવવા માંગે છે. AAP નો દાવો છે કે તેને એક મહિનામાં સભ્યપદ માટે પાંચ લાખથી વધુ મિસ્ડ કોલ મળ્યા છે. પાર્ટીના મતે, વિસાદ્વારની જીત પછી, યુવાનોનો પક્ષ તરફનો ઝુકાવ વધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news