ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, સંજય વસાવાએ પત્ર લખીને કરી એક માંગ
Chaitar Vasava In Jail : ચૈતર વસાવા કેસમાં નવો વળાંક: જો જાહેરમાં માફી માગે તો સંજય વસાવા કેસ પાછો ખેંચવા તૈયાર! તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક ખુલ્લો પત્ર જાહેર કર્યો
Trending Photos
Gujarat politics ; આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા છે. સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા. તેથી લાફાકાંડમાં ચૈતર વસાવા હજુ જેલમાં જ રહેશે. હવે જામીન માટે ધારાસભ્યને હાઈકોર્ટ જવું પડશે. આ વચ્ચે સંજય વસાવાના એક પત્રએ ખળભળાટ મચાવ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. સરકારી પક્ષે ચૈતર વસાવાને જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા. એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલે છે. તેથી ચૈતર વસાવા એ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં 5 જુલાઈના રોજ થયેલ "લાફાકાંડ" કેસમાં ધરપકડમાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા નથી. તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની પોલીસ ફરિયાદના આધારે ધારાસભ્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી. સરકારી પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવાના અગાઉના ગુનાઓનો હવાલો આપીને જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો.
ખાસ કરીને વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના કેસનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે, તેઓને શરતી જામીન મળ્યા હતા.હાલ આ કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવા ઈનકાર કર્યો છે. પરિણામે ધારાસભ્યને હાલ જેલવાસ જ ભોગવવો પડશે. ચૈતર વસાવાના પક્ષ દ્વારા હવે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે તેવી શક્યતા છે.
તો બીજી તરફ, ચૈતર વસાવાના કાર્યકર્તાઓ દ્વારા સાત દિવસમાં જમીન નહિ મળે તો તીર કામઠા સાથે ઘેરાવો કરીશું તેવી ચીમકી આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કેસ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે .તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સોશિયલ મીડિયામાં પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ ખેંચવા પાછો ખેંચવા તૈયાર છું. મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો માફી માગવા તૈયાર છું. અમે બધા એક જ સમાજના છીએ. સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે