કરોડોનું ટર્નઓવર ધરાવતા GCMMF માં આજે ચૂંટણીનો જંગ : પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન?
GCMMF Election : કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતાં જીસીએમએમએફના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે
Trending Photos
Amul Dairy : આણંદ ખાતે આજે જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) નાં ચેરમેન વાઈસ ચેરમેનની ચુંટણી યોજાશે. સૌની નજર આ ચૂંટણી પર છે. ચેરમેન, વાઈસ ચેરમેન રિપીટ થશે કે બદલાશે તેનાં પર સૌની નજર છે. ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે કોને મેન્ડેટ મળશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. જીસએમએમએફમાં ઈલેકશન થશે કે પછી સિલેકશનની પરંપરા જળવાશે?
રાજ્યના 18 દૂધ સંઘના ચેરમેન મતદાન કરશે
આજે જીસીએમએમએફ ખાતે સવારે 11 વાગે ચેરમેન વાઈસ ચેરમેનપદ માટે ચુંટણી યોજાશે. વર્ષ 1973 માં ડૉ.કુરીયનએ જીસીએમએમએફની સ્થાપના કરી હતી. 33 વર્ષ સુધી ડૉ.કુરીયનએ ચેરમેનપદ સંભાળ્યું હતું. ત્યારે કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતાં જીસીએમએમએફના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે. આજે ચૂંટણીમાં રાજ્યના 18 દૂધ સંઘના ચેરમેન મતદાન કરશે.
ચેરમેનપદ માટે બનાસનાં શંકર ચૌધરી દાવેદાર
હાલ સાબર ડેરીનાં સામળભાઈ પટેલ બે ટર્મથી ચેરમેનપદે છે. સરહદ ડેરીનાં વાલમજી હુંબલ બે ટર્મથી વાઈસ ચેરમેનપદે છે. બંનેનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે. ત્યારે બંનેને ત્રીજી ટર્મ માટે રિપીટ કરાય છે કે પછી ચહેરા બદલાય છે તેના પર નજર છે. જોકે, ચેરમેનપદ માટે બનાસનાં શંકર ચૌધરી પણ સક્ષમ દાવેદાર મનાઈ રહ્યા છે. તો બીજી તરફ, વાલમજી હુબલને પણ પ્રંમોસન આપી ચેરમેન બનાવી શકાય છે.
કોણ કોણ મતદાન કરશે
સાબરડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડમાં મતદાન કરશે. આ ઉપરાંત આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ, ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા, ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામ પટેલ, સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન નરેશ મારૂ, અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, ભાવનગરની સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત, જૂનાગઢની સોરઠ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને પોરબંદરની સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખ પણ મતદાન કરશે.
રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ગત વખતે ભારે વિવાદોને કારણે શામળ પટેલને રિપીટ કરાયા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે