રાજ ઠાકરેના નિવેદનથી ભડક્યા ગુજરાતના પાટીદારો, ગુજરાતી અને મરાઠીને લડાવાનું કામ કરે છે!

Patidar Vs Raj Thackeray : રાજ ઠાકરેએ પોતાના ભડકાઉ ભાષણમાં સરદાર પટેલનું અપમાન કરતા ગુજરાતના પાટીદારોમાં આક્રોશ જોવા મળ્યો છે 
 

રાજ ઠાકરેના નિવેદનથી ભડક્યા ગુજરાતના પાટીદારો, ગુજરાતી અને મરાઠીને લડાવાનું કામ કરે છે!

Raj Thackeray Insut Sardar Patel : રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કરતાં ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે. હિંદી ભાષાનો વિવાદ છેડીને રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો છે. ત્યારે ગુજરાતના પાટીદાર નેતાઓનું નિવેદન સામે આવ્યું છે. રાજ ઠાકરેના મુંબઈ મહારાષ્ટ્રના નિવેદનને પાટીદારોએ વખોડ્યું.

રાજ ઠાકરે જાહેરમાં માફી માંગે- અલ્પેશ કથીરિયા
પાટીદાર નેતા અને ભાજપના નેતા અલ્પેશ કથીરીયા રાજ ઠાકરેના નિવેદન લઈને આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેમણે કહ્યું કે, જે રીતે જાહેરમા ગુજરાતીઓ અને સરદાર વિષે બોલ્યા છે તે રીતે રાજ ઠાકરે જાહેરમાં માફી માંગે. ગુજરાતી અને મરાઠીને લડાવાનુ કામ કરી રહ્યાં છે. દેશ અને દેશના લોકોની અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરેની પાર્ટીને કોઇ અસ્તિત્વ નથી તે ઉભા કરવાના પ્રયાસ સરદારનું અપમાન કરી રહ્યા છે. ભાષાને લઇને પહેલા ગુજરાતી લોકોને અને હવે મહાનુભાવોને ટાર્ગેટ કરવામા આવી રહ્યાં છે. 

ગુજરાતમાં રાજ ઠાકરેનો વિરોધ કરીશું - લાલજી પટેલ
આ મામલે spg અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજરાતીઓ વિરુદ્ધ રહી છે. રાજ ઠાકરેને મરાઠીઓ સિવાય કોઈ સમાજના લોકો ગમતા નથી. રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યાં છે. સરદાર પટેલને અપમાનિત કર્યા છે, જો તમે ગુજરાતમાં આવશો તો તમારો વિરોધ થશે. ગુજરાતમાં હજારો લોકો મહારાષ્ટ્રથી કામ ધંધા માટે આવે છે. અમે એમને માન સન્માન આપીએ છીએ. ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ મહારાષ્ટ્રના છે, તેમને મુખ્યમંત્રી જેટલું સન્માન ગુજરાતીઓ આપે છે. જો અમે અહીંયા તમામ રાજ્યોના લોકોનું સન્માન કરતા હોઈએ તો તમને શું તકલીફ છે. આવું ને આવું જો રાજ ઠાકરે કરશે તો તેમના ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હશે તો spg જાહેરમાં વિરોધ કરશે. રાજ ઠાકરેની માનસિકતા અપમાનજનક રહી છે. આજે જો બધા સાથે મળી ને રાજ ઠાકરે રહ્યા હોત તો મહારાષ્ટ્રમાં રાજ કરતા હોત. દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા નહીં શીખો તો રાજનીતિમાં પાવર ક્યારેય નહીં આવે. મહાન પુરુષ એવા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલનું અપમાન કરશો તો આવનારા સમયમાં આ અપમાન રાજ ઠાકરેને ભારે પડશે. 
 
ચૂંટણીમાં તેનો જવાબ જનતા આપશે - ભૂષણ ભટ્ટ 
પાટીદાર વેપારી અને ભાજપ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટે રાજ ઠાકરેના નિવેદનને પોલિટિકલ ગણાવ્યું. રાજ ઠાકરે પોતાના નિવેદનમાં મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો દાવો કોનો હતો તેમાં ગુજરાતી વ્યાપારી અને નેતાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે રાજ ઠાકરેના નિવેદનમાં સરદાર પટેલનું અપમાન જોવા મળતા નિવેદનને લોકોએ વખોડ્યું છે. ભૂષણ ભટ્ટે કહ્યું કે, રાજ ઠાકરેને ઈતિહાસ ખ્યાલ નહીં હોય માટે આ પ્રકારનું પોલિટિકલ નિવેદન આપ્યું. સરદાર પટેલે દેશના 565 રજવાડાઓને એકઠા કરવાનું કામ કર્યું છે, તો અલગ પાડવાનું નિવેદન ખોટું છે. ગુજરાતી લોકો તોડવામાં નહિ જોડવામાં માને છે. મુંબઈમાં આવનાર ચૂંટણી માટેનું આ નિવેદન છે અને તે ચૂંટણીમાં તેનો જવાબ જનતા આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news