જમીનનું યોગ્ય વળતર નહિ મળે તો ગાંધીનગર સુધી પહોંચી જઈશું, બનાસકાંઠાના ખેડૂતોની ચીમકી
Farmers Protest For Land Acquisition Of Bharatmala Express Higway : કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતમાલા સામે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી
Trending Photos
Banaskantha Farmers અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે જિલ્લામાં મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે.જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જમીન સંપાદનનો વિરોધ
કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી અમદવાદ વચ્ચે ભારત માલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઇવે ને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે. જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા 20 થી 22 ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેને લઇ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે.
જમીનનું પૂરતું વળતર નથી આપી રહી સરકાર
જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તાના ખેડૂતો આજે પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે ચડોતરથી પાલનપુર જિલ્લા કલેકટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
નવા જંત્રી અનુસાર વળતરની માંગ કરી
ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે. જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાના ખેડૂતને સાથે રાખી ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારી છે.જો કે ખેડૂતની નીકળેલી આ રેલમાં વિપક્ષ પણ સાથે રહ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીના કોંગી આગેવાનો પણ ખેડૂતની સાથે પહોંચી જિલ્લા કલેકટરને રજુઆત કરી ખેડૂતોને પૂરતા ભાવ આપવા રજુઆત કરી હતી.
- આ વિશે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે, સરકાર ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ભાવે લઈ રહી છે.
- ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતને ફોસલાવા બેઠી છે. સરકાની આ નીતનો અમે ખેડૂતો વિરોધ કરી રહ્યા છીએ.
- એક ખેડૂત વાસુદેભાઈનું કહેવું છે કે, અમારી બાજુમાં જ જમીનો રાતોરાત એનએ થઈ ગઈ છે અને એમણે ડબલ ભાવો મળી ગયા અમારી જમીનની કઈ કિંમત જ નહીં.
- અન્ય ખેડૂત 4-સરદાભાઈએ જણાવ્યું કે, અમારી મહામૂલી જમન સરકાની આ નીતને કારણે જઈ રહી છે અમને પૂરતા ભાવ મળતા નથી અમે મરી જઈશું.
- ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂતોની મહામૂલી જમીન સરકાર પાણી અને છાસ ના ભાવે લઈ રહી છે.
અડધી રાતે આવે છે અશ્લીલ કોલ, વીડિયો પર પ્રાઈવેટ પાર્ટ બતાવે છે... 35 આંગણવાડી મહિલાઓ
ભાજપનું નામ બદલી ભ્રષ્ટાચાર પાર્ટી રાખો - ગેનીબેન ઠાકોર
ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવા મામાલે સંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભાજપનું નામ ભારતીય જનતા પાર્ટીના બદલે ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો બંધ બેસ્તું વર્તમાન સમયમાં આવે છે. થરાદથી અમદાવાદ સુધીના ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનું જાહેરનામું પડ્યા પહેલા ભાજપના નેતાઓ અને બિલ્ડરોએ ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી લીધી. જમીનો ખરીદ્યા બાદ સરકારી અધિકારીઓએ તેમને બિનખેતી કરવા માટેનો પૂરો મોકો આપ્યો. થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજના ખેડૂતોની જે 1500 વિધા જમીન જાય છે તેમને તેનું 50 કરોડ વળતર જ મળી રહ્યું છે. તો સામે બિલ્ડરો અને ભાજપના નેતાઓએ જે 70 વિધા જમીન બિનખેતી કરાવી તેમને 350 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
ખેડૂતોને ન્યાય માટે સંસદ સુધી જઈશું
ગેનીબેને વધુમાં કહ્યું કે, ભારતમાલા રોડમાં અધિકારીઓ, ભાજપના લોકો મળીને 3 થી 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે. અમે ખેડૂતોને ન્યાય અપાવવા માટે સડકથી લઈને સંસદ સુધી લડીશું. ભાજપના જે નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમના નામ અમે જાહેરમાં રજૂ કરીશું. ખેડૂતો માટે જો જરૂર પડે તો અમે હાઇકોર્ટે જઈશું..
ગેનીબેન ઠાકોરે ખેડૂતોને જમીન સંપાદનનું પૂરતું વળતર આપવા અને તેમાં થયેલ ગેરરીતિઓ દૂર કરવા ભારત સરકારના સડક પરિવહન અને રાજય મંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે