આગામી ત્રણ કલાક ગુજરાતમાં ખૂબ જ ભારે! આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે!
Gujarat weather in May 2025: ગુજરાતમાં ત્રણ કલાક ખૂબ જ ભારે રહેવાના છે. જી હા...હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 62થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos
Gujarat Weather 2025: આગામી ત્રણ કલાક 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 62થી 87 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. બીજી બાજુ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે.
મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે 41થી 61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદ અંગે શું આગાહી કરી છે તેના પર નજર કરીએ તો આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપ ભારે વરસાદથી પ્રભાવિત થશે.
આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 22 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ સાથે હળવા વાવાઝોડા સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમ કે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે