ગુજરાત સહિત 18 રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ; હવામાન વિભાગે આપી રાહતની આગાહી

Gujarat Monsoon 2025: અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય છે. તેથી 11 જૂનથી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે. 12થી 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાત સહિત 18 રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ; હવામાન વિભાગે આપી રાહતની આગાહી

Gujarat Monsoon 2025: ગુજરાત સહિત અનેક રાજયોમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. તેની વચ્ચે આ રાજ્યના લોકો માટે હવામાન વિભાગે સૌથી મોટા રાહતના સમાચાર આપ્યા. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમી અને બફારામાં મોટી રાહત મળશે... ત્યારે કયા રાજ્યમાં વાવાઝોડું આવશે અને કયા રાજ્યોમાં ભારે વરસાદ પડશે?

આ સ્થિતિ દેશના વિવિધ રાજ્યોની છે. કેરળમાં વહેલું ચોમાસું શરૂ થયું ત્યારે લોકોને આશા હતી કે ધીમે-ધીમે બધા રાજ્યોમાં વરસાદ શરૂ થઈ જશે. પરંતુ અમુક રાજ્યોને બાદ કરતાં મેઘરાજા નારાજ થઈ ગયા હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા... જેના કારણે તે રાજ્યના લોકોને કાતિલ ગરમીમાં શેકાવાની નોબત આવી. 

સૌથી પહેલાં તે જાણી લઈએ કે મંગળવારના દિવસે દેશના કયા શહેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું. પંજાબના લુધિયાણાનું તાપમાન 47 ડિગ્રી, ચંદીગઢનું તાપમાન 46 ડિગ્રી, પંજાબના અમૃતસરનું તાપમાન 44 ડિગ્રી, ઉત્તર પ્રદેશના લખનઉનું તાપમાન 44 ડિગ્રી, ફરીદાબાદનું તાપમાન 43 ડિગ્રી, દેશની રાજધાની દિલ્લીનું તાપમાન 43 ડિગ્રી, રાજસ્થાનના શ્રીગંગાનગરનું તાપમાન 43 ડિગ્રી, મધ્ય પ્રદેશના ભોપાલનું તાપમાન 42 ડિગ્રી, ગુજરાતના અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે.

આ આંકડા દર્શાવી રહ્યા છે કે કઈ રીતે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેનાથી જનજીવન સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. બપોરના સમયે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ તરફ દેશની રાજધાની નવી દિલ્લીમાં પણ ગરમીનો પારો હાઈ થઈ ગયો છે. જેના કારણે લોકો કાતિલ ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા છે. વિદેશથી આવેલાં લોકોને પણ આ ગરમી દઝાડી રહી છે... 

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. તેની વચ્ચે હવામાન વિભાગ મોટી રાહતના સમાચાર લઈને આવ્યું. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે તે નક્કી છે.

હવામાન વિભાગે શું આગાહી કરી છે?.
તેના પર નજર કરીએ તો 11થી 15 જૂન દરમિયાન  હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના જુદા-જુદા ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં 15 જૂન સુધી ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગોવા અને મધ્ય મહાર।ષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગમાં 13 અને 14 જૂને હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી તો આવી ગઈ... ત્યારે આશા રાખીએ તે મેઘરાજા મન મૂકીને વરસે. જેનાથી લોકો પણ ખુશ-ખુશાલ થઈ જાય અને જગતનો તાત પણ આનંદિત થઈ ઉઠે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news