Success Story: નાના શહેરની દીકરીની મોટી કમાલ, લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી બન્યા

ADC Yashasvi Solanki:લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીને ભારતના કોઈપણ રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડીસી બનવાનું સન્માન મળ્યું છે. યશસ્વી સોલંકી ક્યાંથી છે, તેમણે પોતાનું શિક્ષણ ક્યાંથી મેળવ્યું અને તેઓ આટલા મોટા પદ પર કેવી રીતે પહોંચ્યા. ચાલો જાણીએ...

Success Story: નાના શહેરની દીકરીની મોટી કમાલ, લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી બન્યા

Who is ADC Yashasvi Solanki: લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના એડીસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ દેશના કોઈપણ રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી હશે. રાષ્ટ્રપતિ પાસે પાંચ એડીસી (સહાયકો) હોય છે, જેમાંથી ત્રણ સેનામાંથી, એક નૌકાદળ અને એક વાયુસેનામાંથી હોય છે.

મેડિકલ ફિટનેસ, આઈક્યુ અને અન્ય કઠિન પરીક્ષણો પછી તેજસ્વી અધિકારી યશસ્વી સોલંકીની પસંદગી કરવામાં આવી હતી.  તેમણે 1 મેના રોજ તાલીમ લીધા પછી પોતાની જવાબદારીઓ સંભાળી હતી.

રાષ્ટ્રપતિના એડીસીની પસંદગી માટે શારીરિક માપદંડ ખૂબ કડક હોય છે. લાંબુ કદ 173 સેમી અને ફિઝિકલ ફિટનેસની જરૂરીયાત રહે છે. સોલંકી બેડમિન્ટન અને વોલીબુલ ખેલાડી રહી છે. આ કારણે, તેમને બિન-કાયમી કમિશન્ડ મહિલા અધિકારી તરીકે નિમણૂકમાં મુક્તિ મળી.

મહિલા એડીસીની નિમણૂક રાષ્ટ્રપતિની મહિલા સશક્તિકરણ પ્રત્યેની વિચારસરણી પણ દર્શાવે છે. અગાઉ, તેમણે રાષ્ટ્રપતિના અંગત સુરક્ષા અધિકારી અને સીઆરપીએફ કમાન્ડર પૂનમ ગુપ્તાની સેવા અને સમર્પણનું પણ સન્માન કર્યું હતું. પીએસઓ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થયા હતા, આ પહેલી વાર હતું જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો.

અહેવાલ પ્રમાણે નૌસેનાની એડીસીની ટર્મ પૂર્ણ થયા બાદ ત્રણ મહિલા નેવી અધિકારીની પસંદગી કરવામાં આવી હતી. આ અધિકારીને 15 દિવસ સુધી રાષ્ટ્રપતિ ભવનની ટ્રેનિંગની સાથે ટેસ્ટ થયો. પછી રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ લીધું અને યશસ્વી સોલંકીની પસંદગી થઈ.

ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિની મદદ માટે એડ-ડી-કેંપ એટલે કે એડીસીનું પદ મહત્વનું હોય છે. યશસ્વી સોલંકીને 2012મા શોર્ટ સર્વિસ કમીશન દ્વારા નૌસેનાની લોજિસ્ટિક શાખામાં નોકરી મળી હતી.

એડીસીની જવાબદારી
ADC રાષ્ટ્રપતિના સૌથી નજીકના લશ્કરી સહાયક છે.
તેઓ રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળો વચ્ચે સંપર્ક તરીકે કામ કરે છે.
ADC સમારંભો દરમિયાન રાષ્ટ્રપતિના પ્રોટોકોલ માટે જવાબદાર છે.
યુવાન લશ્કરી અધિકારી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે.
ઉત્તમ સેવા રેકોર્ડ ધરાવતા અધિકારીઓને જ આ જવાબદારી મળે છે.
તેમની પસંદગી ઉત્તમ નેતૃત્વ ક્ષમતા, સેવા રેકોર્ડ અને કાર્યકારી પ્રદર્શનના આધારે કરવામાં આવે છે.

વર્ષ 2023 ની શરૂઆતમાં, સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને મિઝોરમના મુખ્યમંત્રીના ADC બનાવવામાં આવ્યા હતા. તેઓ રાજ્યપાલના પ્રથમ મહિલા ADC હતા. તે જ સમયે, 2019 માં, લેફ્ટનન્ટ જે લાલજીને આર્મી કમાન્ડરના ADC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ લશ્કરી કમાન્ડરના પ્રથમ મહિલા ADC હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news