ગુજરાત પેટાચૂંટણીમાં AAPની જીત પર કેજરીવાલનું મોટું નિવેદન, સાંજે કરશે પ્રેસ કોન્ફરન્સ

Visavadar seat Arvind Kejriwal: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત વિસાવદર બેઠક જીતી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી જીતી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે પાર્ટીને શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત પેટાચૂંટણીમાં AAPની જીત પર કેજરીવાલનું મોટું નિવેદન, સાંજે કરશે પ્રેસ કોન્ફરન્સ

Visavadar seat Arvind Kejriwal: આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત વિસાવદર બેઠક જીતી છે. હવે ગુજરાત વિધાનસભામાં AAPના 4 ધારાસભ્યો છે. આ અંગે અરવિંદ કેજરીવાલે પાર્ટીને શાનદાર જીત બદલ અભિનંદન આપતી પોસ્ટ શેર કરી છે. આ પંજાબ અને ગુજરાત પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ये दिखाता है कि पंजाब के लोग हमारी…

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 23, 2025

ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીની શાનદાર જીત બદલ અરવિંદ કેજરીવાલે ગુજરાત અને પંજાબના લોકોને અભિનંદન પાઠવ્યા છે. બંને જગ્યાએ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં જીત લગભગ બમણી રહી છે. આ દર્શાવે છે કે પંજાબના લોકો અમારા કામથી ખૂબ ખુશ છે અને આ વખતે તેમણે 2022 કરતાં વધુ મતદાન કર્યું છે. ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે અને તેઓ AAP પાર્ટીમાં આશા જોઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડીને AAP ને હરાવવા માંગતા હતા, પરંતુ લોકોએ બંને પક્ષોને નકારી કાઢ્યા.

यह जीत हर उस कार्यकर्ता की है जिसने दिन-रात एक किया।आम आदमी पार्टी के हर सिपाही का आभार और दिल से बधाई!

बधाई Team Gujarat! @ArvindKejriwal pic.twitter.com/gvYlML71rE

— Manish Sisodia (@msisodia) June 23, 2025

ક્યારે યોજાઈ ચૂંટણી?
AAP એ ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી જીતી છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીને મોટી જીત અપાવી છે. તમને જણાવી દઈએ કે, પેટાચૂંટણીનું મતદાન 19 જૂને થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news