મંત્રી પર જૂતું ફેંક્યું, બંદૂક ચલાવવા મુદ્દે ધરપકડ...ગોપાલ ઈટાલિયા પહેલીવાર ક્યારે આવ્યા હતા ચર્ચામાં?
visavadar by election 2025: ગુજરાતમાં બે સીટો કડી અને વિસાવદર માટે થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ આવ્યા. જેમાં વિસાવદર સીટ પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી. ગોપાલ ઈટાલિયા વિશે કેટલીક એવી વાતો પણ જાણો જે કદાચ ભાગ્યે જ તમે જાણતા હશો. તેઓ સૌ પ્રથમ ક્યારે ચર્ચામાં આવ્યા?
Trending Photos
ગુજરાતની વિસાવદર વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17581 મતના અંતરથી જીત નોંધાવતા ભારતના ઉમેદવાર કિરિટ પટેલને હરાવ્યા છે. રાજકારણ જોઈન કર્યું તે પહેલા ઈટાલિયા સરકારી કર્મચારી હતા. પોતાના આંદોલનકારી અને સામાજિક કામોમાં ભાગીદારીના પગલે તેમણે નોકરી છોડી દીધી અને રાજકારણ જોઈન કર્યું.
પહેલીવાર ક્યારે ચર્ચામાં આવ્યા
ઈટાલિયા જાન્યુઆરી 2017માં સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તમણે સરકારી કર્મચારી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને ગુજરાતમાં દારૂબંધી નીતિના ખુલ્લેઆમ ભંગ અને સરકારી કર્મચારીઓની મિલીભગત અંગે ફરિયાદ કરી હતી. તે વખતનો વાતચીતની ક્લિપ પણ વાયરલ થઈ હતી. ત્યારબાદ તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા.
ગૃહમંત્રી પર ફેંક્યુ જૂતું
તે વર્ષે ઈટાલિયા એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા હતા. વાત હતી માર્ચ 2017ની જ્યારે ઈટાલિયાએ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. જૂતા ફેંકવા ઉપરાંત તેમણે ભ્રષ્ટાચાર મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.
બંદૂક ચલાવવા મામલે થઈ હતી ધરપકડ
વર્ષ 2018માં તેમણે ફેસબુક લાઈવ વીડિયોમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આ એક પ્લાસ્ટિકની બંદૂક હતી જે ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવા માટે જાનવરોને ભગાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે તેમના દ્વારા ઘણી સફાઈ અપાઈ પરંતુ જાન્યુઆરી 2019માં ગોપાલ ઈટાલિયાને પ્લાસ્ટિકની બંદૂકથી ગોળી ચલાવવાના આરોપમાં આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે