ગુજરાતનો આ જિલ્લો બન્યું ગુજરાતનું ‘મિનિ કાશ્મીર’, કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ, તમે પણ નિહાળો...

Narmada district: સાતપૂળાની ગીરીકંદરાઓ ખળખળ વહેતી નદી ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબ જ છે અને તેમાય ચોમાસાની સીઝનમાં નર્મદા જીલ્લાનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે. જેને લઈ હાલ આ 3 દિવસની રજાની મજા માણવા પ્રવાસીઓ વિકેન્ડમાં શહેરમાંથી આ વાતાવરણમાં આવી રહ્યા છે. 

ગુજરાતનો આ જિલ્લો બન્યું ગુજરાતનું ‘મિનિ કાશ્મીર’, કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ, તમે પણ નિહાળો...

ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો એ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે.સાતપુડા અને વિધ્યાનચલ ની ગિરીમાળાઓ આ ચોમાસાની ઋતુ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ ગુજરાત ના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે નર્મદા જિલામાં આવેલા ઝરવાની ધોધ તો ખુબજ પ્રખ્યાત છે પરંતુ ખુબજ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ છે. 

સાતપૂળા ની ગીરીકંદરાઓ ખળખળ વહેતી નદી ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિ ને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીર નું બિરૂદ મળ્યું છે નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબજ છે અને તેમાય ચોમાસાની સીઝનમાં નર્મદા જીલ્લાનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પર આવતા પ્રવાસીઓ નર્મદા જિલ્લા ના કુદરતી સૌંદર્ય ને માળવા આવ્યા કેવડિયા પાસે આવેલ ઝરવાની ધોધ પ્રવાસીઓ માટે એક અનેરૂ આકર્ષણ છે, આજથી ત્રણ દિવસની રજા પડી છે અને આ વિકેન્ડ ની મજા તો નર્મદામાં જ. અહીં આવતા પ્રવાસીઓ પણ એક વાર આ કુદરતી સૌંદર્ય જોઈ મનમોહિત થઈ જાય છે. 

સ્ટેચ્યુ પર મોટાભાગે દેશ અને વિદેશ ના પ્રવાસીઓ આવી રહ્યા છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓ ને આદિવાસી જમવાનું ઘણું પસન્દ પડી રહ્યું છે અહીં આવતા પ્રવાસીઓ મોટી હોટલો માં નહિ પરંતુ અહીં નાના ધાબા ચલાવતા આદિવાસીઓ નું દેશી બનાવેલ ફૂડ ને વધુ પસન્દ કરી રહ્યા છે અહીં ખાસ મકાઈ ના રોટલા,બાજરી ના રોટલા દેશી રીંગલ બટાટા નું શાક અને ખાસ અહીં આદિવાસીઓ જે લસણ ની ચટણી બનાવે છે જેનો સ્વાદ લેવાનું ભૂલતા નથી અને આવું દેશી આદિવાસી ફૂડ મળતા મોટી હોટલો ની જગ્યા અહીજ આવી જમે છે જેના થકી અહીંના આદિવસીઓ ની રોજગારી માં પણ વધારો થયો છે. 

એટલું જ નહિ પરંતુ આ આદિવાસીઓ મહિનામાં 30 થી 40 હજાર રૂપિયા કમાઈ કરી રહ્યા છે શહેર વિસ્તારના ઘોંઘાટ અને પ્રદુશણ માંથી કુદરતી સૌંદર્ય ને માનવ આવતા પ્રવાસીઓ અહીંયાનું વાતાવરણજ નહિ અહીંયાનું ટ્રાઇબલ ફૂડ જોઈ ને અને આરોગીને ખુશ થતા હોય છે. જેમાં આદિવાસી સમાજ જે ચૂલા પર સાદી ખીચડી, રીંગણ બટેટા નું શાક, આદુ લસણ મરચાની ચટણી, સેવ-ટામેટાનું શાક, અને બાજરા, મકાઈ નો રોટલો આ સાદું ઓર્ગેનિક ભોજન ની પણ મઝા લેતા કહે છે 5 સ્ટાર હોટેલમાં આવો ટેસ્ટ નથી હોતો અને આ ભોજન ટેસ્ટ સાથે હેલ્દી પણ એટલું જ એટલે અહીંયા નર્મદા માં આવે પ્રવાસીઓ એટલે ટ્રાઇબલ ભોજન શોધે છે જે ઝારવાણી માં મળી રહે છે જેનો સ્વાદ ખરેખર પ્રવાસીઓ ને પણ આ ભોજન આકર્ષી રહ્યું છે. 

આમ તો દેશ અને વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લીધે નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે વિકસિત થયો છે, પરંતુ સાથે અહીં રહેતા આદિવાસી ભોજન પણ પ્રચલિત થયું છે. જેને લઈ હાલ નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news