અમદાવાદમાં પાળતૂ શ્વાન રાખવું મોંઘું પડશે, રજિસ્ટ્રેશન ફીમાં કરાયો વધારો
Pet Dog Registration Fee Hike : AMC એ પેટ ડોગ રજિસ્ટ્રેશન ફીમાં 300 રૂપિયાનો વધારો કર્યો... સાથે જ રજિસ્ટ્રેનનો સમય પણ લંબાવ્યો.. જાણી લો આ સાથે જોડાયેલી નવી માહિતી
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં હવે પાળતૂ શ્વાન માટેના નિયમો વધુ આકરા બનાવવામાં આવ્યા છે. સાથે જ હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાળતૂ શ્વાનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ ડોગ રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.
200 રૂપિયા ફી વધારીને 500 રૂપિયા કરાઈ
અમદાવાદ શહેરમાં પાળતૂ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે લોકો ઘરમાં પેટ ડોગ રાખે છે, તેઓએ અમદાવાદ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવવી જરૂરી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે 200 રૂપિયા વસૂલાતા હતા, જેને બદલે હવે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે.
પેટ ડોગ રજિસ્ટ્રેશન માટે શું શું જરૂરી છે
આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ અરજદારનું ટેક્સ બિલ, અરજદારનું લાઈટ બિલ, પેટ ડોગનો ફોટોગ્રાફ્સ, પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા 31 મે સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ હતી. 31 મે સુધી અમદાવાદમાં 15,504 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
ગટર , નળ કનેક્શન કપાશે...
31 મે સુધીમાં પાલતુ શ્વાનની નોંધણી ન કરનાર માલિકોના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. આ નિર્ણય શ્વાન માલિકોને ફરજિયાત નોંધણી કરાવવા માટે ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે. આ નિયમનો ભંગ કરનાર પેટ ડોગ માલિકો માટે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ શ્વાનોની ગણતરી રાખવાનો, તેમની આરોગ્ય સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા શ્વાનોના પ્રશ્નને અંકુશમાં લેવામાં મદદ કરવાનો છે. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સમયસર પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવીને દંડથી બચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે