અમદાવાદમાં પાન-મસાલાની પિચકારી મારવા જેવી સામાન્ય બાબતમાં એકની હત્યા, ચપ્પુના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad News: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતોમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પાન મસાલા ખાઈને પિચકારી મારવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણામી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતોમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પાન મસાલા ખાઈને પિચકારી મારવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણામી હતી. એક મહિલા સહિતના આરોપીઓએ યુવકને મોતને ઘાટ ઉતારતા આ મામલે ફરિયાદ નોંધી 5 આરોપીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.
આ ઘટના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા સંકલિતનગરમાં આવેલા ઈ વોર્ડની છે. જ્યાં 3 ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે 19 વર્ષીય મોહમ્મદ સુફિયાન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રાત્રિના 12 વાગ્યા આસપાસ ફરિયાદી મહંમદ સફી શેખના બનેવી મહમદ હમજાએ તેમના ઘરની સામે રહેતા આરીફના ઘરે આવેલ તેમના સાઢુ અકરમ મણીયારને પાનની પિચકારી મારવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતનું ઉપરાણું લઈને તાહિર ખલીફા અને તેના ભાઈઓ તારીક ખલીફા, અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, તબસુમ ઉર્ફે ફીરદોશ ખલીફા અને અકરમ મણિયાર તમામે ભેગા મળી ઝઘડો કર્યો હતો. જે સમયે તાહિર ખલીફા અને તારીકેએ સુફિયાનને છાતીમાં છરીથી હુમલો કરતા તેનું મોત થયું હતું.
પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાનની પિચકારી મારવા જેવી બાબતે જ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો કે પછી કોઈ જૂની અદાવત હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. વેજલપુર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ધરપકડ કરીને ફરાર મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. ત્યારે વધુ તપાસ શરૂ કરી છે અને પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે