સિરાજે 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડમાં મળેલી બોટલ લેવાની કેમ ના પાડી ? કારણ જાણીને સલામ કરશો

Mohammed Siraj : ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લઈને ઇતિહાસ રચનાર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ દારૂની બોટલ ભેટમાં આપવામાં આવી ત્યારે તેણે તે લેવાની ના પાડી દીધી. ત્યારે આ લેખમાં ના પાડવા પાછળનું કારણ શું છે, તે જાણીશું.
 

સિરાજે 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડમાં મળેલી બોટલ લેવાની કેમ ના પાડી ? કારણ જાણીને સલામ કરશો

Mohammed Siraj : 4 ઓગસ્ટના રોજ આખી દુનિયાની નજર ઓવલ પર ટકેલી હતી. કારણ કે લાંબા સમય પછી રમાઈ રહેલી રોમાંચક ટેસ્ટનું પરિણામ આવવાનું હતું. બધાના દિલ ઝડપથી ધબકતા હતા, પરિસ્થિતિ દરેક ક્ષણે બદલાતી રહી, પરંતુ અંતે ટીમ ઈન્ડિયા જીતી ગઈ. ભારતીય ટીમે ઓવલ ટેસ્ટ માત્ર 6 રનના માર્જિનથી જીતી, જે રનની દ્રષ્ટિએ ટેસ્ટ ક્રિકેટમાં તેનો સૌથી નાનો વિજય હતો.

આ વિજય પછી ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લેનારા મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર ખેલાડીને મેડલ સાથે શેમ્પેનની બોટલ એવોર્ડ તરીકે આપવાની પરંપરા છે. પરંતુ, મોહમ્મદ સિરાજે દારૂની બોટલ લીધી નહોતી.

સિરાજે દારૂની બોટલ લેવાનો કેમ ઇનકાર કર્યો ?

મોહમ્મદ સિરાજે શેમ્પેનની બોટલ ના લીધી. કારણ કે તે તેની ધાર્મિક માન્યતાઓથી બહાર હતું. ઇસ્લામમાં દારૂને હરામ અથવા અશુદ્ધ માનવામાં આવે છે. તે જ કારણ હતું કે સિરાજે દારૂની બોટલ લેવાનો ઇનકાર કર્યો. હવે પ્રશ્ન એ છે કે, સિરાજે જે વાઇન આપવામાં આવી હતી. તે ચેપલ ડાઉન બ્રાન્ડ શેમ્પેનની બોટલ હતી, જે યુકેની લક્ઝરી બ્રાન્ડ છે. આ દારૂ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે અને તે તેના વિચિત્ર સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

કેટલી છે આ શેમ્પેનની કિંમત ?

પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજને ચેપલ ડાઉન શેમ્પેનની બોટલ આપવામાં આવી રહી હતી, જે યુકે બ્રાન્ડની છે. સિરાજે ભલે તેની ધાર્મિક માન્યતાઓને કારણે તે ન લીધી હોય, પરંતુ ભારતીય બજારોમાં તેની કિંમત 15,425 રૂપિયાથી શરૂ થાય છે. આ શેમ્પેન ભારતીય બજારોમાં ઉપલબ્ધ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news