ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટું સંકટ, પરેશ ગોસ્વામીએ ગંભીર સ્થિતિ પેદા થવાની કરી આગાહી

Gujarat Monsoon Update : ગુજરાતમાં પણ કેરળ અને મહારાષ્ટ્રની જેમ વહેલું ચોમાસું આવશે તો મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે... પરેશ ગોસ્વામીએ સંભાવના વ્યક્ત કરી

ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટું સંકટ, પરેશ ગોસ્વામીએ ગંભીર સ્થિતિ પેદા થવાની કરી આગાહી

Paresh Goswami Ni Agahi : ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું. ગઈકાલે મહારાષ્ટ્ર પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. ચોમાસું ગુજરાતથી આશરે 425 કિમી દૂર છે. ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે. પરંતું શું તમને ખબર છે કે ગુજરાતમાં ચોમાસા પર મોટું સંકટ આવી શકે છે. પરેશ ગોસ્વામીએ આ સંકટ વિશે ખૂલીને વાત કરી. 

ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે, વચ્ચે રોકાઈ ગયું તો...?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ગત 24 તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે જોઇએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતની અંદર પણ મોનસુન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. ચોમાસુ વલસાડ, વાપી, નવસારી સુધી ચોમાસુ પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસુ નિષ્ક્રિય થયું છે એટલે ઘણી વખત ચોમાસુ છે વચ્ચે રોકાઈ જતું હોય જ્યારે પણ મોન્સુન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસુ આગળ વધતું હોય અને ચોમાસુ પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઇએ જેને આપણે મોન્સુન બ્રેક કહીએ છીએ. આવી કંડિશન જ્યારે જ્યારે સર્જાય છે ત્યારે આઠ થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે.

વરસાદનું જોર ઘટે તેવી શક્યતા 
હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન યોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગો, બેંગલુરુ સહિત કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. સામાન્ય રીતે મુંબઇથી ગુજરાત પહોંચતા ચોમાસાને 5 દિવસ લાગે છે. પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે.

ગુજરાતમાં મોન્સુન બ્રેક આવ્યું તો... 
જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અનેક વાર નિષ્ક્રિય થઈ જાય છે. જો ચોમાસાને યોગ્ય વાતાવરણ મળી જશે તો વહેલી એન્ટ્રી કરી શકે છે અને સમગ્ર ગુજરાતને કવર કરી શકે છે. જો કે ગોવાથી લઈને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news