ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલને કર્યો ફોન, આપ્યા આ મહત્વપૂર્ણ સૂચનો

india pakistan war update: ભારત પાકિસ્તાન તંગ માહોલની ગુજરાતની માહિતી વડાપ્રધાને મેળવી છે. રાજ્યના મુખ્યમંત્રી સાથે પીએમની ટેલીફોનિક વાતચીતમાં માહિતી મેળવી છે. તેમજ જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યા

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલને કર્યો ફોન, આપ્યા આ મહત્વપૂર્ણ સૂચનો

india pakistan war update: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi) એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સાથે ટેલિફોનિક વાતચીત કરીને ભારત પાકિસ્તાન તંગ માહોલની ગુજરાતની માહિતી મેળવી છે. જી હા..રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીતમાં માહિતી મેળવીને ચિતાર મેળવ્યો છે. રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થા અંગે પણ માહિતી મેળવી છે. તેમજ જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સીએમને સૂચન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news