આજે ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ વ્હાલા પ્રધાનમંત્રી પર ફુલોથી વરસાવ્યું હેત
PM Modi Road Show In Gujarat : ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો... મહાત્મા મંદિરમાં પીએમ મોદી 5536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત.. તો અલગ અલગ મહાનગરોને આપી વિકાસકાર્યોની ભેટ..
Trending Photos
PM Modi In Gujarat : ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજ્યના પાટનગરમાં પ્રથમ રોડ શો યોજાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીની ઝલક મેળવવા અને અભિવાદન કરવા નગરજનો ઉમટી પડ્યા હતા. રાજ્યના પાટનગરમાં આ પ્રથમ રોડ શોને કારણે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સવારે 10:30 વાગ્યે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ-શો કર્યો હતો. સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું. તેના બાદ શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે.
આજથી સાબરમતી-સોમનાથ વચ્ચે વંદે ભારત દોડશે
ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ આજથી સાબરમતી-સોમનાથ વચ્ચે નિયમિત રીતેવંદે ભારત ટ્રેન દોડશે. ગુરુવાર સિવાય સપ્તાહમાં છ દિવસ વંદે ભારત દોડશે. અમદાવાદથી વેરાવળ સાત કલાકમાં ટ્રેન પહોંચાડશે. અમદાવાદથી વેરાવળ ચેરકારનું ભાડું 1105 રૂપિયા છે. તો અમદાવાદથી વેરાવળ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2110 રૂપિયા છે. આ ટ્રેન સાબરમતીથી સવારે 5.25 વાગ્યે ઉપડશે અને બપોરે 12.25 કલાકે વેરાવળ પહોંચાડશે. ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જૂનાગઢ ટ્રેન ઉભી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે