શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના! જુનાગઢની શાળામાં હવસખોર આચાર્ય અને શિક્ષકે બાળકો સાથે કર્યા અડપલા

Junagadh News: જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષક દ્વારા જ બાળકો સાથે અડપલા કરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ જિલ્લાના ભેંસાણની માં અમર શૈક્ષિણક સંકુલમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ શાળામાં બાળકો સાથે અડપલા કરતા હોવાનો શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. 

શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના! જુનાગઢની શાળામાં હવસખોર આચાર્ય અને શિક્ષકે બાળકો સાથે કર્યા અડપલા

Junagadh News: જુનાગઢના ભેંસાણમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેંસાણમાં આવેલ માં અમર શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે અડપલા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શાળાના આચાર્ય અને ગૃહપતિ સામે ફરિયાદ નોંધાય છે. બન્ને વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તેઓની અટકાયત કરી છે.

ભેંસાણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના વિશે જાણીને તમારા પણ રુવાંડા ઉભા થઈ જશે. ભેંસાણમાં આવેલ માં અમર શૈક્ષણિક સંકુલની આ ઘટના છે કે, જ્યાં શિક્ષક દ્વારા જ શાળાના બાળકો સાથે અડપલા કરતો હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા CCTV વીડિયોમાં હવસખોર શિક્ષક બાળકો સાથે અપડલા કરતો જોવા મળી રહ્યો છે. 

આ સમગ્ર મામલે શાળાના આચાર્ય કેવલ લાખોત્રા અને ગૃહપતિ હિરેન જોશી સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. હાલ તો પોલીસે આચાર્ય અને ગૃહપતિની આ મામલે ધરપકડ કરી છે. બાળકોએ જ્યારે આ મામલે વાલીને જાણ કરી ત્યારે વાલીઓ દ્વારા શાળામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news