રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં, કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે આવું છે પ્લાનિંગ
Rahul Gandhi Gujarat Visit : ગુજરાત કૉંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે.... આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક,, આવતી કાલે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો કરાવશે પ્રારંભ...
Trending Photos
Congress Mission Gujarat Campaign : 6 દિવસમાં રાહુલ બીજીવાર ગુજરાત આવી રહ્યાં છે. આજે જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરશે. તો આવતીકાલે મોડાસામાં હાજરી આપશે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આદે મંગળવારથી બે દિવસની મુલાકાત થવાની છે. બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતમાં જિલ્લા એકમોને મજબૂત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાના છે. કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. ગુજરાતમાં ઘણા વર્ષો પછી યોજાયેલી આ બેઠકોને રાજ્યમાં રાજકીય વાપસી કરવાના પક્ષના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.
- આજે અમદાવાદમાં નિરીક્ષકોને સંબોધન કરશે
- ચાર તબક્કામાં ઓરિએન્ટેશન કાર્યક્રમ
- આવતીકાલે મોડાસામાં કાર્યકર સંવાદ
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તાથી દૂર છે. ગાંધીની મુલાકાત એઆઈસીસી સત્ર અને સીડબ્લ્યુસીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. AICC સત્ર પહેલા, રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટીના પુનરુત્થાન અંગે ચર્ચા કરવા માર્ચમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં ફેરફાર કરાયો
કોંગ્રેસના 'સંગઠન સુજન ૧ અભિયાન' હેઠળ રાહુલ ગાંધી 6 બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ 15 અને 16 એપ્રિલ એમ બંને દિવસનો કાર્યક્રમ મોડાસામાં રખાયો હતો, પણ કનેક્ટિવિટી અને રોકાણ વ્યવસ્થાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મંગળવારનો કાર્યક્રમ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે. આ બુધવારે અરવલ્લી જિલ્લાના બુથ સમિતિના કાર્યક્તાને સંબોધન 15 કરશે. જયાં તેઓ સંગઠન અભિયાન હેઠળ એઆઈસીસીમાંથી નિમાયેલા 43 મુખ્ય અને 7 સપોર્ટિંગ મળીને કુલ 50 અને ગુજરાત કોંગ્રેસના 183 સહિત 233 નેતાઓને સંબોધન કરશે.
- ચાર તબક્કામાં નિરીક્ષકોનો ઓરિએન્ટેશન કાર્યક્રમ
- રાહુલ ગાંધી નિરીક્ષકો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપશે
- 45 દિવસની પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખો જાહેર થઈ જશે
મોડાસામાં શું થશે
રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 16 એપ્રિલના મોડાસામાં બુથ લેવલના 1200 કરતાં વધુ બુથ લીડર્સ સાથે ખાસ બેઠક કરવાના છે. અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બુથ લેવલની કામગીરી માટે કાર્યકર્તાઓ સાથે વિવિધ ચર્ચાઓ કરશે અને તેમને માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15 એપ્રિલ અને 16 એપ્રિલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં પાયાના સ્તરે કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પહેલને રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં પાર્ટી માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જ્યાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી બહાર છે. આ પાયલોટ પ્રોજેક્ટ કોંગ્રેસની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે જેના હેઠળ પાર્ટી તે રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે જ્યાં તેનો આધાર નબળો પડ્યો છે. ગુજરાતના રાજકારણમાં ભાજપના લાંબા વર્ચસ્વને પડકારવા કોંગ્રેસે હવે જિલ્લા કક્ષાએ સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલાં લીધા છે.
ઓરિએન્ટેશન બેઠકમાં હાજરી આપશે
તેમના પ્રવાસની શરૂઆતમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં એક ઓરિએન્ટેશન મીટિંગમાં હાજરી આપશે, જેમાં 42 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને 183 પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) નિરીક્ષકો હાજરી આપશે. આ તમામ નિરીક્ષકોની નિમણૂક એઆઈસીસી દ્વારા 12 એપ્રિલે કરવામાં આવી હતી. તેમનું મુખ્ય કાર્ય 33 જિલ્લાઓ અને રાજ્યના આઠ મોટા શહેરોમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પર દેખરેખ રાખવાનું રહેશે, જે કુલ 41 સંગઠનાત્મક એકમોને આવરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે