ગુજરાતમાં ફરી એક પરીક્ષા પર ઉઠ્યા સવાલ, યુનિવર્સિટીની ચાલુ પરીક્ષા દરમિયાન ઉત્તરવાહીનો VIDEO વાયરલ
Patan: પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
Trending Photos
Patan: પાટણમાં બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજનો વીડિયો વાયરલ થયો છે. મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઉત્તરવાહીનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા હતા. Zee 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેને અપલોડ પણ કરી હતી. પાટણમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીએ બનાવેલા વીડિયો મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી.
પાટણ યુનિવર્સિટીની મહર્ષિ દયાનંદ કોલેજમાં ચાલતી પરીક્ષાનો વીડિયો વાયરલ#Gujarat #Viral #ViralVideo pic.twitter.com/XZkfrPxvBO
— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2025
ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ વીડિયો બનાવી કર્યો વાયરલ
યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'કોલેજની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી. પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે.'
પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિને લઈને યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે. જ્યારે તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો HNGU યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. કોલેજના સત્તાધીશોને વિનંતી કે ક્રાંતિકારી અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદના નામને તો ન લજવો. જોવાનું રહ્યું કે, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?'
કોલેજની બેદરકારી સામે ઉઠ્યા સવાલો
પાટણની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ અને ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. વીડિયોમાં જોવા મળે છે કે, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થી ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે. જ્યારે આ મામલે કોલેજની બેદરકારી સામે સવાલો થઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે