લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની રક્ષાબંધન, માનેલા ભાઈને રાખી બાંધતી તસવીરો સામે આવી
Kirti Patel Celebrates Raksha Bandhan In Jail : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સુરતની લાજપોર જેલમાં બંધ છે, જ્યાં તેણે ભાઈ સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો
Trending Photos
Surat News : રક્ષાબંધનમાં દરેકે પોતાનો તહેવાર ઉજવ્યો. જેમાં સુરતની લાજપોર જેલમાં કેદ કીર્તિ પટેલે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. માનેલો ભાઈ કીર્તિ પટેલને રાખડી બાંધવા લાજપોર જેલ પહોંચ્યો હતો.
સુરતની ફેમસ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ લાજપોર જેલમાં છેલ્લાં દોઢ મહિનાથી કેદ છે. ખંડણી કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે લાજપોર જેલમાં બંધ કેદીઓ માટે રક્ષાબંધનના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કીર્તિ પટેલનો માનેલા ભાઈ તેને રાખડી બાંધવા માટે લાજપોર જેલમાં પહોંચ્યો હતો. જ્યાં કીર્તિ પટેલે ભાઈને રાખડી બાંધી હતી. કીર્તિ પટેલે ભાઈ માટે મહામૃત્યુંજય જાપ પણ કર્યો હતો.
સાથે જ કીર્તિ પટેલે બાળ ગોપાલની મૂર્તિને પણ રાખડી બાંધી હતી. જોકે, રાખડી બાંધ્યા બાદ ભાઈને આશીર્વાદ આપવાનું ભૂલી જતાં, ત્યાં હાજર એક પોલીસ જવાને તેને પ્રેમપૂર્વક ટોકી અને 'માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા શીખ' તેમ કહ્યું. આ વાત સાંભળીને કીર્તિ હસી પડી અને તેણે તરત જ ભાઈના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
કેમેરા જોઈને કીર્તિ પટેલની નફ્ફટાઈ
કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક ખંડણીના કેસમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં આવતી વખતે તેણે ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો, જેથી તેની ઓળખ છુપાવી શકાય. જોકે, કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ્યારે તેને ફરી જેલમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે તેને ખબર પડી કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. કેમેરા જોતા જ કીર્તિએ પોતાના ચહેરા પરથી દુપટ્ટો હટાવી દીધો અને વીડિયોગ્રાફરને કોમેન્ટ કરી હતી. તેણે કેમેરા સામે જોઈને કોમેન્ટ કરી હતી કે, લઈ લે બરાબર મસ્ત હો..."
આ કેસમાં થઈ કીર્તિ પટેલની ધરપકડ
સોશિયલ મીડિયા પર બેફામ વાણીવિલાસ કરતી કીર્તિ પટેલની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલે એક બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં હવે કીર્તિ સામે કાર્યવાહી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કીર્તિ પટેલ દ્વારા જમીન વિવાદને લઈને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસને લઈને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. કીર્તિએ બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે